Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

જુનાગઢમાં સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડોઃ રહેણાંક મકાનમાં ચાલતી જુગાર કલબનો પર્દાફાશ

ઘોડીપાસાનો જુગાર રમતા ૯ શખ્સોની રૂ.૧.ર૪ લાખના મુદામાલ સાથે ધરપકડ

જુનાગઢ, તા., ર૧: જુનાગઢમાં સ્ટેટ મોનીટરીંગ સેલના કાફલાએ જુગાર અંગે દરોડો પાડીને ૯ શખ્સોની ઘોડીપાસાનો જુગાર રમવા સબબ રૂ. ૧.ર૪ લાખના મુદામાલ સાથે ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે.

જુનાગઢમાં મજેવડી દરવાજા બહાર આવેલ ભારત મીલના ઢોરા પાસેના મફતીયાપરામાં રહેતો અબુ કાસમ હિંગોરા તેના રહેણાંક મકાનમાં જુગાર રમાડતો હોવાની બાતમી મળતા સ્ટેટ મોનીટરીંગ સેલ-ગાંધીનગરના હેડ કોન્સ્ટેબલ યુસુફખાન શેરખાન અને લક્ષ્મણભાઇ મહેતા સહીતના સ્ટાફે ગઇકાલે મોડી સાંજે દરોડો પાડયો હતો.

જેમાં પોલીસે જુગાર અડાનો સંચાલક અબુ કાસમ તેમજ હનીફ જુમા કટારીયા, અફમાલ અનવર મોહસીન અયુબ અરબ, મહમદ સાહીદ, સાહીલ મહમદ ગુજરાતી, મોહસીન અયુબ અરબ, મહમદ સાહીદ, સાહીલ મહમદ ગુજરાતી, હુસેન હાસન, એજાજ ભુરા મકરાણી અને હસન આમદ હિંગોરજા સહીત ૯ ઇસમોને ઘોડી પાસાનો જુગાર રમતા પકડી પાડયા હતા.

સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફે જુગારીઓ પાસેથી રૂ. ૬૦૪૭૦ ની રોકડ તેમજ રૂ. ૮૦૦૦ની કિંમતના ૭ મોબાઇલ અને રૂ. ૩૦ હજારની કિંમતના બે મોટર સાયકલ સહિત કુલ રૂ. ૧,ર૪,૪૭૦ નો મુદામાલ કબ્જે કરીને તમામની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જુનાગઢમાં બહારની પોલીસના દરોડાથી સનસનાટી ફેલાઇ ગઇ હતી.(૪.૨)

(11:52 am IST)