Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

મીઠાપુરમાં રઘુવંશી એકતા ગ્રુપ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓધોગિક શહેર મીઠાપુર ખાતે ગત વર્ષની જેમ આ વર્ષે પણ રઘુવંશી એકતા ગ્રુપ દ્વારા મીઠાપુરમાં ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું ગત તારીખ ૧૮/૦૧/૨૦૧૯ થી ૨૦/૦૧/૨૦૧૯ સુધી સુંદર આયોજન કરવામાં આવેલંુ હતું. આ ટુર્નામેન્ટમાં ઓખા,આરંભડા, મીઠાપુર, વરવાળા તેમજ દ્વારકાની રઘુવંશી ટીમોએ ભાગ લીધો હતો. ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉદઘાટન પ્રસંગે પરમ પૂજય શ્રી જલારામબાપાની મૂર્તિ પાસે દીપપ્રાગટ્ય કરાયા બાદ આ ટુર્નામેન્ટ ખુલ્લી મુકાઇ હતી. ત્યારબાદ ક્રિકેટ ટુર્નામેન્ટની પુર્ણાહુતી બાદ ઇનામ વિતરણ અને શિલ્ડ અપાયા હતા. આ આયોજનમાં સ્થાનિક રઘુવંશી અગ્રણીઓ સહર્ષ જોડાયા હતા અને રઘુવંશી એકતા ગ્રુપને આવા સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા. રઘુવંશી એકતા ગ્રુપ દ્વારા જ્ઞાતિ પ્રેમ વધે તેવી લાગણીથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. (તસ્વીરઃ દિવ્યેશ જટણીયા મીઠાપુર)(૭.૫)

(11:48 am IST)