Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

તળાજાના રોયલ ગામ પાસે દિપડો ત્રાટકયો : વાછરડાનું મારણ

ભાવનગર તા. ૨૧ : તળાજા પંથકમાં સાવજ અને દીપડાની વસ્તીમાં થયેલ વધારાના પગલે ગઈકાલે મેથળા ગામની બજારમાં બે સાવજો એ ખૂંટ્યાનું મારણ કર્યા બાદ આજ સવારે તળાજા રોયલ મુખ્ય રોડ પર એક દીપડો બે વાછડા પર ત્રાટકયો હતો.જેમાં એક વાછડો મરણ પામેલ.

તળાજાથી રોયલ ગામ તરફ જવાના મુખ્ય રસ્તા પર રોયલ ગામની નજીક રાહદારીઓની સતત અવર જવર રહે છે તેવા વિસ્તારોમાં આજ સવારના લગભગ છ વાગ્યાના સુમારે એક દીપડો બે વાછડાઓ પર ત્રાટકયો હતો. જેમાં એક વાછડાનું મોત થયુ હતું. બીજો ગંભીર રીતે ઘવાયો હતો.

બનાવના પગલે રોયલ ગામના લોકો દીપડા એ કરેલ શિકારને લઈ સ્થળ પર દોડી ગયા હતા. વન વિભાગને જાણ થતાં કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ગીર જંગલમાં પાણીની અછતના પગલે અહીં વન્યપશુઓ વધશે.

જાણકાર ના મનતવ્ય પ્રમાણે ગીર અને બૃહદ ગીર વિસ્તારમાંઙ્ગ આવનાર દિવસોમાં પાણીની ખેંચ વર્તાવવાની છે. તેની સામે તળાજા પંથકમાં શેત્રુજી નદી માં પાણી છે. એ ઉપરાંત અમુક વિસ્તારોમાં ખેતરોમાં સિંચાઈ પણ થતું હોય ઠંડક પણ રહે છે. આથી હિંસક કહી શકાય તેવા વન્ય પશુઓની સંખ્યામાં અહીં વધારો થવાની સંભાવના છે.(૨૧.૧૨)

 

(11:47 am IST)