Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

ગોંડલને ભાદર ડેમનુ દરરોજનું ૪ એમએલડી પાણી આપવાનો પ્રારંભ

ગોંડલ, તા.૨૧: શહેરના જીવાદોરી સમાન વેરી તળાવમાં શિયાળાના અંતમાં તળિયા દેખાઈ જતા અને શહેર પર પાણીની તીવ્ર તંગીના વાદળો જોખમાય તે પહેલા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળિયાને રજૂઆત કરવામાં આવી હતી જેને રાજય સરકારે ધ્યાને લઈ તાકીદે ભાદર ડેમ પાઇપલાઇનમાંથી ગોંડલને રોજિંદા ૪ એમ.એલ.ડી પાણી આપવાની મંજૂરી આપી દેતા આજે ગોંડલ ઉમવાડા ચોકડી ખાતે સમ્પમાં ભાદર ડેમના પાણી પહોંચતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા, ઉપપ્રમુખ અર્પણાબેન આચાર્ય, કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, વોટર વર્કસ ચેરમેન આસિફભાઇ ઝકરિયા, અનિલભાઈ માધડ, મનુભાઈ કોટડીયા, તેમજ કૌશિકભાઈ પડાળીયા સહિતના સદસ્યો દ્વારા નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા.

 

નવા નીરના આગમન અંગે રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે નર્મદા પાઇપલાઇન મારફત ગોંડલ શહેરને રોજિંદા ૮ એમ.એલ.ડી પાણી મળી રહ્યું છે બાકી ઘટતું પાણી વેરી તળાવમાંથી પૂરું પાડવામાં આવતું હતું પરંતુ તળાવના તળિયા દેખાતા પાણીની દ્યટ લાગતા ધારાસભ્ય દ્વારા રાજય સરકારને રજૂઆત કરવામાં આવેલ હતી જે મંજૂર થતા શહેર પર પાણીની વિકટ સમસ્યા વાદળો દ્યેરાશે નહીં.(૨૨.૬)

 

(11:48 am IST)