Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

ગુજરાતમાં પ્રથમ ઘટનાઃ કાલે વડાપ્રધાન મોદી પદયાત્રિકોને વિડીયો કોન્ફરન્સથી સંબોધશે

મનસુખ માંડવિયા કે બઢે કદમ, હર કદમ પર કારકીર્દિ બુલંદઃ લોકભારતી ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં પદયાત્રાનું સમાપન

રાજકોટ તા.૨૧: કેન્દ્રીય ભૂતળ પરિવહન મંત્રી શ્રી મનસુખ માંડવિયા દ્વારા યોજાયેલ ગાંધી વિચાર આધારિત પદયાત્રાનો આજે છઠ્ઠો દિવસ છે. આજે સાંજે ૪ વાગ્યે પાલીતાણાના વાળુકડમાં યાત્રા પહોંચશે.

ત્યાં રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલીની હાજરીમાં સભા થશેે. યાત્રાનું આવતીકાલે સવારે ૧૦ વાગ્યે સણોસરા લોકભારતી ખાતે સમાપન થશે. આ સભાને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી વિડીયો કોન્ફરન્સથી (જીવંત સંબોધન) સંબોધશે. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી મનસુખ માંડવિયા વડાપ્રધાન શ્રી મોદીના નિકટનના સાથી છે. દિલ્હી દરબારમાં તેમનું અસાધારણ રાજકીય માન છે. પદયાત્રા તેમણે સંપૂર્ણ બિનરાજકીય રીતે માત્ર ગાંધી વિચારના ફેલાવા માટે યોજી છે તેનાથી વડાપ્રધાન પ્રસન્ન છે. કોઇ એક રાજ્યના રાજ્ય સભાના સભ્ય અને કેન્દ્રના રાજ્ય કક્ષાના મંત્રીની પદયાત્રા જેવા કાર્યક્રમને વડાપ્રધાન વિડીયો કોન્ફરન્સથી લાઇવ ઉદ્દબોધન કરે તેવું કદાચ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત બનશે. રાજકીય સમીક્ષકો આ પ્રસંગને રસપૂર્વક નિહાળી રહયા છે.

'શાયદ યહ આસમાન કા ઇશારા હૈ, કલ કા 'સૂરજ' તુમ્હારા હૈ....'(૧.૫)

 

(11:45 am IST)