Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

ઉના-ગીરગઢડા ગ્રામ પંચાયતોની પેટાચૂંટણીમાં શાંતિપૂર્વક મતદાન

ઉના, તા. ર૧: ઉના અને ગીરગઢડા તાલુકાના ગ્રામ્ય પંચાયત તેમજ વોર્ડના સભ્યની પેટાચૂંટણી યોજાઇ જેમાં ઉના તાલુકાના ખાપટ અને ભડીયાદર ગ્રામ પંચાયત તેમજ નાથળ અને સૈયદ રાજપરા ગામમાં વોર્ડના સભ્યની પેટાચૂંટણીનું મતદાન સવારના ૮થી સાંજે પ વાગ્યા સુધીમાં ભડીયાદર ગ્રામ પંચાયતના કુલ મતદારો ર૩૯૪માંથી ૧૪૩૧ મતદારો મતદાન કરેલ જેમાં પ૯.૭૭ ટકા થયેલ છે.

ખાપટ ગ્રામ પંચાયતની પેટાચૂંટણીમાં કુલ મતદારો ર૧૮પ માંથી ૧૭૦૧ મતદારોએ મતદાન કરેલ જેમાં ૭૭.૮પ ટકા થયેલ છે. નાથળ ગામના વોર્ડ નં.પના કુલ તદારો રપ૪માંથી ૧૭૬ મતદારોએ મતદાન કરેલ જેમાં ૭૦.૪૭ ટકા થયેલ છે. સૈયદ રાજપરામાં વોર્ડ નં. ૭માં કુલ મતદારો ૪૦૩ માંથી ર૩૮ એ મતદાન કરેલ જેમાં પ૯.૧૬ ટકા થયેલ છે.

ગીરગઢડા તાલુકાના નાના સમઢીયાળા ગ્રામ પંચાયત પેટાચૂંટણી ૭૩.૧ર ટકા તેમજ વોર્ડના સભ્યની ચૂંટણીમાં ૭૯.૧૭ ટકા મતદાન થયેલ છે. જયારે ઉનાના ચાર ગામો તેમજ ગીરગઢડાના એક ગામની પેટાચૂંટણીનું મતદાન શાંતિપૂર્વક મતદારોએ મતદાન કરેલ. (૮.પ)

(10:07 am IST)