Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

સોમનાથમાં ગુસીકાનો નવો શોરૂમ ''ગુજરાત એમ્પોરીયમ''નો પ્રારંભ

હેન્ડલુમ હેન્ડીક્રાફટની અવનવી આઇટમોનો ખજાનો નિહાળવા મળશે

સોમનાથમાં ગુજરાત એમ્પોરીયમનું દિપ પ્રાગટય કરી ઉદ્દઘાટન કરવામાં આવેલ તે પ્રસંગની તસ્વીર.(તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ)(૧.૨)

પ્રભાસ પાટણ તા.૨૧: સોમનાથ ખાતે સ્વસ્તીક શોપીંગ પ્લાઝા દુકાનનં. ૧૧૬માં ગુજરાત રાજ્ય હેન્ડલુમ, હેન્ડીક્રાફટ અને ઓૈદ્યોગિક સહકારી ફેડરેશન-અમદાવાદ દ્વારા ગુજરાત સરકાર પ્રાયોજીત ગુસીકોનો નવો શોરૂમ ગુજરાત એમ્પોરીયમનું તા. ૧૯નાં રોજ ઉદ્દઘાટન કરવામાં આવેલ છે.

આ તકે ઉપસ્થિત અગ્રણીઓમાં જિ.પં.ના સદસ્ય રૈખાબેન જાલંધરા, જિલ્લા ભાજપ પ્રમુખ જવેરીભાઇ ઠકરાર, બીજ નિગમનાં ચેરમેન રાજશીભાઇ જોટવા, પૂર્વધારાસભ્ય  અને યાર્ડનાં ચેરમેન ગોવિંદભાઇ પરમાર, નગરપાલિકાનાં પ્રમુખ મંજુબેન સુયાણી સોમનાથ, સ્વામિનારાયણ ગુરૂકુળનાં સ્વામી ભકિત પ્રસાદ સ્વામી, સોમનાથ ટ્રસ્ટનાં દિલીપભાઇ ચાવડા, સુરૂભા જાડેજા સહિતનાં અગ્રણીઓ અને લોકોએ હાજરી આપેલ હતી.(૧.૨)

(9:43 am IST)
  • ચીનની માઠીઃ ૨૦૧૮માં આર્થિક વિકાસદર ૬.૬ ટકા રહ્યો જે ૨૮ વર્ષના નીચલા સ્તરેઃ અમેરિકા સાથે ટ્રેડવોર-નિકાસમાં ઘટાડો મુખ્ય કારણઃ access_time 3:56 pm IST

  • કર્ણાટક : સિદ્ધ ગંગામઠના ૧૧૧ વર્ષના મહંત શિવકુમાર સ્વામીજીનું નિધન : લાંબા સમયથી બિમાર હતા : થોડા દિવસથી વેન્ટીલેટર પર હતા access_time 3:45 pm IST

  • મોદી સરકારના કેબિનેટ મંત્રીએ માયાવતી પર અભદ્ર ટિપ્પણી મામલે સમજાવ્યું નફા -નુક્શાનનું ગણિત :કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી અને મહારાષ્ટ્રના દલિત નેતા રામદાસ આઠવલેએ પત્રકારોને કહ્યું કે ભાજપ દ્વારા માયાવતી વિરુદ્ધ આ પ્રકારની ટિપ્પણી કરવાથી એનડીએના તમામ ઘાતક પક્ષોને નુકશાન થશે :ભાજપના મહિલા ધારાસભ્યે આજે માયાવતી પર અભદ્ર ટિપ્પણી કરી છે તેના પ્રત્યુત્તરમાં રામદાસ આઠવલેએ આ મુજબ કહ્યું હતું access_time 12:49 am IST