Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

વિસાવદરમાં કોરોનાના કારણે એક દર્દીનું મોત

જુનાગઢ જિલ્લામાં ર૬ કેસ નોંધાયા

(વિનુ જોશી) જુનાગઢ તા. ૧૧ :.. વિસાવદરમાં કોરોનાના કારણે એક દર્દીનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

જુનાગઢ જિલ્લામાં તા. ૯ નાં રોજ ર૮ કેસ નોંધાવાની સામે ભેંસાણ અને વંથલી કોરોના મુકત થયેલ પરંતુ ગઇકાલે ર૪ કલાકમાં નવા ર૬ કેસ આવવાની સાથે કોરોના યુકત થયેલ ભેંસાણમાં એક નવા કેસ અને વંથલીમાં એક કેસની એન્ટ્રી થઇ હતી.

જયારે જુનાગઢ સીટીમાં પાંચ ૪ કેસ નોંધાયા હતાં. પરંતુ ગઇકાલે વિસાવદરનાં એક દર્દીને કોરોના ભરખી જતાં ગમગીની વ્યાપી ગઇ હતી.

જો કે ગુરૂવારે વધુ ૬૭ દર્દીએ કોરોનાને પરાજય આપીને સ્વસ્થતા મેળવી હતી.

બીજી તરફ ગઇકાલે વેકિસનેશનની કામગીરી વધુ ઝડપી થઇ હતી. જેમાં જૂનાગઢ શહેરમાં  ર૩પર અને ગ્રામ્યમાં ૪૬૯૭ લોકો મળી કુલ ૭૦૪૯ વ્યકિતએ કોરોના પ્રતિરોધક રસી મેળવી હતી.

(10:58 am IST)
  • રાજ બબ્બરએ વિવાદનો મધપૂડો છેડ્યો : ચૂંટણી પંચના ત્રણેય ચૂંટણી કમિશનરો યુપીના છે : આશ્ચર્યજનક સંયોગ ગણાવ્યો : આવતા વર્ષે યુ.પી.વિધાનસભાની ચૂંટણી હોવાથી 75 ટકા બેઠકો મેળવવાનું પ્લાનીંગ હોવાના ટ્વીટર ઉપર પ્રતિભાવ access_time 5:25 pm IST

  • ગુજરાતમાં કોઈ પણ ક્ષણે મોટા પાયે IAS અધિકારીઓની બદલીઓના ઓર્ડર નીકળી શકે છે તેમ આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળે છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 9:34 pm IST

  • કલેકટરની જાહેરાત : કાલે કોરોનાની થર્ડ વેવ અંગે સરકારી અને પ્રાઈવેટ ડોકટરો સાથે આખો દિવસ મીટીંગ : નોડલ ઓફીસર ગુપ્તા કાલે આવી રહ્યા છે : જેમાં મીટીંગમાં બેડ - ઓક્સિજન સહિતની કામગીરી કરાશે access_time 12:16 pm IST