Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

મોરબીના ત્રાજપર ગામની સિલ્વરપાર્ક સોસાયટીમાં નાલુ રીપેર કરવા માંગ

સોસાયટીના રહીશોએ તાલુકા વીકાસ અધિકારીને રજૂઆત કરી

મોરબી તાલુકાના ત્રાજપર ગામમાં આવેલ સિલ્વરપાર્ક સોસાયટીનું નાલુ રીપેર કરવાની માંગ સાથે સ્થાનિકોએ મોરબી તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખ્યો છે
મોરબીના ત્રાજપર ગામ સિલ્વર પાર્ક સોસાયટીના રહીશે ટીડીઓને કરેલ રજૂઆતમાં જણાવ્યું છે કે ત્રાજપર ગામની સિલ્વરપાર્ક સોસાયટીના પ્રવેશદ્વારનું નાલુ બિસ્માર હાલતમાં છે અને વચ્ચે મોટું ગાબડું પડી ગયું હ્ચે જે કોઈપણ સમયે ગંભીર અકસ્માત સર્જી સકે છે તથા સોસાયટીમાં અવરજવર માટેનો એકમાત્ર રસ્તો હોવાથી નાલાનું રીપેરીંગ કરવામાં આવે અને ગાબડું રીપેર થઇ સકે તેમ ના હોય તો નાલુ નવું બનાવી આપવા માંગ કરવામાં આવી છે

(9:10 pm IST)