Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

બ્લેકમેઈલીંગ કરી રૂ.પ લાખની માંગણી કરતા જામનગરના કપીલ જોઈસર સામે આખરે પોલીસ ફરીયાદ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૦: અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પરેશભાઈ આત્મારામભાઈ લખીયર, ઉ.વ.૪૬, રે. પવનચકકી કેનાલ રોડ, બિંદીયા એપાર્ટમેન્ટની બાજુમાં, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, આજથી વિશેક દિવસ પહેલાથી તા.૭–૬–ર૧ના આરોપી કપીલભાઈ અરવીંદભાઈ જોઈશર, ગ્રેવીટી ન્યુઝ, રે.જામનગરવાળાએ ફરીયાદી પરેશભાઈના મકાનના ચાલુ બાંધકામનું વિડીયો શુટીંગ કરી ફરીયાદી પરેશભાઈને તથા સાહેદ તથા ફરીયાદીના ભત્રીજાને જણાવેલ કે તમારા મકાનનું બાંધકામ ગેરકાયદેસર છે આ મકાનનું બાંધકામ કરવું હોય તો તમારે રૂ.પ,૦૦,૦૦૦/– આપવા પડશે નહીંતર અમો આ બાંધકામ ગેરકાયદેસર ગણાવી પડાવી નાખીશંુ તેમ કહેલ અને રકઝકના અંતે છેલ્લે ૧,પ૦,૦૦૦/– ની માંગણી કરેલ આ રૂપિયા ફરીયાદી પરેશભાઈ નહીં આપતા આ કામના આરોપી કપીલભાઈએ ફરીયાદી પરેશભાઈને મળેલ અને કહેલ કે, મારા વિરૂઘ્ધમાં કયાંય ફરીયાદ કરતો નઈ અને મારૂ નામ આ બાબતે કયાંય આવવું ન જોઈએ જો મારૂ નામ કયાંય આવશે તો તારા ટાટીયા ભાગી નાખીશ અને તારે જીવથી હાથ ધોવા પડશે અને આ તારા મકાનનું બાંધકામ તો પડાવીજ દઈશ અને આજીવન બાંધકામ થવા નહીં દવું અને કોર્પોરેશનમાંથી મને પડાવતા આવડે છે તેમ ધમકી આપી બડજબરીથી પૈસા પડાવવા માટે શુટીંગ કરી ગુનો કરેલ છે.

દારૂની બોટલ સાથે ઝડપાયો

 અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. સાજીદભાઈ રફીકભાઈ બેલીમ એ ફરીયાદ નોંધાવી છેકે, તા.૯–૬–ર૧ના ચાંદીબજાર, વાણીયાવાડ પાસે, જાહેર રોડ પર આ કામના આરોપી હિતેષભાઈ ડોલરભાઈ મારૂ, રે. જામનગર વાળા ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્જામાં ભારતીય બનાવટની વિદેશી દારૂની કાચની શીલબંધ બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

વર્લીમટકાના આંકડા લખતો ઝડપાયો

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. શિવભદ્રસિંહ મહોબતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૯–૬–ર૧ ના ગીતા લોજ પાસે, જામનગરમાં આરોપી ભરતભાઈ શાંતિલાલ ઝાલા, રે. જામનગરવાળા એ વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૧,૭૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

લાલપુરમાં વર્લીમટકાના આંકડા લખતો ઝડપાયોઃ આઠ ફરાર

લાલપુર પોલીસ સ્ટેશનમાંકન્સ. અખતરભાઈ હાજીભાઈ નોયડા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૯–૬–ર૧ ના આરોપીઓ મુકેશ ઢોલી એ પોતાના મોબાઈલ ફોનમાં વ્હોટસપ એપ્લીકેશન માંથી અન્ય ફરારી આરોપી તારમામદ વલીમામદ હાલેપોત્રા, મોસીન રફાઈ, અલતાફ સેઠા, મહમદ ઘુઘા, કારૂ ચા વાળો, ફારૂક ઘુઘા, સંજય ચાવડા, એજાજ રાયબ હાલેપોત્રા, રે. લાલપુરવાળા સાથે વર્લીમટકાના આંકડા ની કપાત કરી કરાવી પૈસાની હારજીત કરી જુગાર રમી રમાડી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૪પ૦૦, તથા મોબાઈલ ફોન કિંમત રૂ.૧૦,૦૦૦/– મળી કુલ રૂ.ર૪પ૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.  આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ફોરવ્હીલ ચાલકે મોટરસાયકલને હડફેટે લેતા ગંભીર

સિકકા પોલીસ સ્ટેશનમાં રાજુભાઈ તેજાભાઈ ટારીયા, ઉ.વ.૪૦, રે. કાના છીકરી ગામવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૯–૬–ર૧ના શાપર પાટીયા, જામનગર–ખંભાળીયા હાઈવે રોડ પર ફરીયાદી રાજુભાઈના સાળા ઈજા પામનાર દેવાભાઈ ઘોઘાભાઈ ટોયટા, ઉ.વ.૪પ રે. દોઢીયા ગામવાળા પોતાનું મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.–૦પ–બી.એમ.–૭૪૮૩ નું લઈ શાપર પાટીયા ચોકડી રોડ ક્રોશ કરવા જતા આરોપી ફોર વ્હીલ કાર જેના રજી.નં.જી.જે.૧૦–એ.પી.–પ૧૭૭ નો ચાલક પુરઝડપે અને બેફીકરાઈથી પોતાનું વાહન ચલાવી ફરીયાદી રાજુભાઈના સાળા દેવાભાઈને મોટરસાયકલ સહીત હડફેટે લઈ દેવાભાઈને માથામાં હેમરેજ તથા શરીરે છોલછાલ તથા ડાબા હાથમાં ઈજા કરી ગુનો કરેલ છે.

માછીમારી બાબતે બોલાચાલી થતા  સામસામી ફરીયાદ

પંચ એ પોલીસ સ્ટેશનમાં મહમદભાઈ અયુબભાઈ કકલ, ઉ.વ.૪૦, રે. સચાણા ગામ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૯–૬–ર૧ ના સચાણા ગામે ફરીયાદી મહમદભાઈના પત્નીને આ કામના આરોપીઓએ નજીરભાઈ, સબીરભાઈ, એજાજભાઈ, હાજરાબેન સાથે જાહેરમાં બોલાચાલી કરી ફરીયાદી મહમદભાઈને માથાના ભો લાકડાનો ધોકો મારી શરીરે મુંઢ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓએ એકબીજાની મદદગારી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

પંચ એ પોલીસ સ્ટેશનમાં નજીરહુશેન ઉર્ફે નજીર યાસીનભાઈ ઈશાભાઈ બસરા, ઉ.વ.૩૦, રે. સચાણા ગામ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૯–૬–ર૧ ના સચાણા ગામે ફરીયાદી નજીર અને આરોપી મહમદભાઈ અયુબભાઈ કકલ બંન્ને માછીમારી ધંધો કરતા હોય જેમાં આરોપી મહમદભાઈનો ધંધો બહાર ચાલતો ન હોય તેનો ખાર રાખી આરોપી મહમદભાઈએ ફરીયાદી નજીરભાઈ તથા તેના ભાઈને ઢીકાપાટુનો માર મારી તથા લોખંડના પાઈપ વડે ફરીયાદી નજીરભાઈ તથા તેનાભાઈને માથામાં ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તથા આરોપી સમીનબેન મહમદભાઈ અયુબભાઈ કકલ ને માથામાં લાકડાનો ધોકો મારી ઈજા કરી એકબીજાને મદદગારી ગાળો આપી તથા જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

યુવાને રેલ્વે ઓવરબ્રીજ પરથી ઝંપલાવ્યું

સતાપર ગામે રહેતા કેતનભાઈ રમણીકભાઈ કકડ, ઉ.વ.૪૬, એ સીટી ભબીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમંા જાહેર કરેલ છે કે, તા.૯–૬–ર૧ના આ કામે મરણજનાર માધવ કેતનભાઈ કકડ, ઉ.વ.ર૦, રે. સતાપરગામવાળો રેલ્વે ઓવર બ્રીજ પરથી કૂદકો મારી ટ્રેનમાં આવી જતા માથાના પાછના ભાગે તથા કપાળના ભાગે તથા જમણા હાથે તથા બંન્ને પગે કપાઈ જતા ગંભીર ઈજા ના કારણે સારવાર દરમ્યાન મરણ થયેલ છે.

મહીલાને મારમાર્યાની ચાર સામે ફરીયાદ

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં આશીયાનાબેન અસરફભાઈ પઠાણ, ઉ.વ.૩૦, રે. ધરારનગર–૧, ઝુપડપટ્ટી વિસ્તાર, કાસમભાઈ કોર્પોરેટરના ઘરની બાજુમાં, જામનગરવાળાએ ફરીયાદ નોંધાવી છે કે, તા.૯–૬–ર૧ના આરોપી હુશેનભાઈ, સમીરભાઈ એ સાહેદ જાવેદ તથા અસરફભાઈને લાકડીના ધોકા વડે માર મારી મુઢ ઈજા કરી તથા આરોપી નવાઝભાઈ એ પોતાની પાસે રહેલ લોખંડના પાઈપ વડે ફરીયાદ આશીયાનાબેને માથાના કપાળના ભાગે પાઈપનો એક ઘા મારી તથા સાહેદ જાવેદને પણ પાઈપનો એક ઘા માથાના ભાગે મારી ઈજા કરી જેમફાવે તેમ ભુંડી ગાળો કાઢી શરીરે મુઢ ઈજાઓ કરી તથા આરોપી સબીર એ પણ ફરીયાદી આશીયાનાબેન તથા સાહેદોને ગાળો આપી એકબીજાને મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

(1:19 pm IST)