Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

ધોરાજી જુના સ્વામિનારાયણ મંદિર ખાતે ચંદનના વાઘાના દિવ્ય દર્શન થયા

ધોરાજી : બાલધા ચોરા કડીયાવાડ ખાતે આવેલ પ્રસાદીનું સ્થાન સમા જુના સ્વામિનારાયણ મંદિર ખાતે આજે અમાસનાં પાવન પ્રસંગે ભગવાન સ્વામિનારાયણ મંદિર ખાતે રાધા કૃષ્ણ ભગવાન તેમજ સ્વામિનારાયણ ભગવાન કથા બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજને ચંદનના વાઘાના સિંગાર સાથે દિવ્ય દર્શન થયા હતા આ સમયે ધોરાજી જૂના સ્વામીનારાયણ મંદિરના પુરાણી મોહનપ્રસાદદાસજી સ્વામી એ જણાવેલ કે ભગવાન સ્વામિનારાયણનું પ્રસાદીનું સ્થાન છે અને છેલ્લા ૩૬ વર્ષથી ભગવાન સ્વામિનારાયણ મંદિર ખાતે હરિકૃષ્ણ મહારાજ તેમજ રાધા રાધાકૃષ્ણ અને બાળસ્વરૂપ ઘનશ્યામ મહારાજને ચંદનના વાઘા ઘસી ઘસીને વાઘા બનાવવામાં આવે છે જે દર્શન માટે મોટી સંખ્યામાં હરિભકતો આવે છે પરંતુ આ વર્ષે માત્ર સંતો દ્વારા ૩૬ વર્ષની જૂની પરંપરાગત નિયમ પ્રમાણે રાધા કૃષ્ણ ભગવાન સ્વામિનારાયણ ભગવાન અને ઘનશ્યામ મહારાજ ને ચંદનના વાઘા તેમજ ફૂલો દ્વારા સિંગાર કરવામાં આવ્યું હતું તેમજ દરરોજ પાંચ વખત દિવ્ય આરતી ના દર્શન પણ નિયમ પ્રમાણે પૂજા અર્ચન કરવામાં આવે છે અને માત્ર ને માત્ર સંતોએ નિત્ય ક્રમ જાળવી રાખ્યો છે. (તસ્વીર : કિશોર રાઠોડ)

(12:01 pm IST)