Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

જામનગર વોર્ડ નં. ૨ અને ૪ માં ૨૬ લાખનાં ખર્ચે બનનારા રસ્તાના કામોનું ખાતમુહર્ત

જામનગર : અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ શહેરના મહાનગરપાલિકાના વોર્ડ નં. ૨માં ગીતા એન્જીનીયરીંગ, રામનગરના ઢાળીયા પાસે સી.સી.રોડનું કામ અંદાજીત ખર્ચ રૂ. ૧૩.૦૦ લાખ, વોર્ડ નં.૪માં  વિવેકાનંદ સોસાયટીમાં આંતરિક શેરીઓમાં સી.સી. રોડનું કામ અંદાજીત ખર્ચ રૂ. ૧૩.૦૦ લાખ એમ મળી કુલ અંદાજીત રૂ.૨૬ લાખના વિકાસ કામોનો શુભારંભ કરાવેલ હતો. આ ઉપરોકત કામોમાં વોર્ડનં. ૨નું કામ ૧૦૦% સ્પેશયલ ગ્રાંટ અને વોર્ડ નં. ૪નું કામ વિકેન્દ્વીત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત ધારાસભ્યશ્રી ધર્મેન્દ્વસિંહ મેરૂભા જાડેજાની ૧૦% લોક ભાગીદારી ગ્રાન્ટમાંથી થનાર છે. આ તકે મેયરશ્રી બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયરશ્રી તપનભાઇ પરમાર, સ્ટેંડિંગ કમીટી ચેરમેન શ્રી મનીષભાઇ કટારીયા, શાસક પક્ષના નેતાશ્રી કુસુમબેન પંડયા, શહેર ભાજપ પ્રમુખશ્રી વિમલભાઈ કગથરા, મહામંત્રીશ્રી વિજયસિંહ જેઠવા, વોર્ડ નં.૨ના  કોર્પોરેટરશ્રી ડિમ્પલબેન રાવલ, વોર્ડ પ્રમુખશ્રી પ્રજ્ઞેશભાઇ ભટ્ટ, ગીતા એન્જીનીયરીંગના માલિક શ્રી સરદારસિંહ જાડેજા વોર્ડ નં ૪ ના કોર્પોરેટરશ્રીઓ પૃથ્વીસિંહ ઝાલા, કેશુભાઇ માડમ અને વિસ્તારના અગ્રણીઓ અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા અને તેમના વિસ્તારમાં થઇ રહેલા વિવિધ વિકાસના કાર્યોને હર્ષભેર વધાવી લઇ અને રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનો આભાર માન્યો હતો.

(12:01 pm IST)