Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

જામનગરના હાપા માર્કેટયાર્ડમાં વૃક્ષારોપણ

જામનગર : હાપામાં વિશ્વ પર્યાવરણ દિન નિમિતે હાપા માર્કેટ યાર્ડમાં વૃક્ષારોપણ કરાયુ હતુ. ચેરમેન રાઘવજી પટેલ, વા.ચેરમેન ધીરજલાલ કારીયા, યાર્ડના ડાયરેકટર અને જીલ્લા સહકારી બેંકના વાઇસ ચેરમેન પ્રવિણસિંહ ઝાલા, ડાયરેકટરો દયાળજીભાઇ ભીમાણી, દેવરાજભાઇ જરૂ, જમનભાઇ ભંડેરી, સુરેશભાઇ વસોયા, તખતસંગ જાડેજા, જીતેનભાઇ પરમાર, તેજુભા જાડેજા, પ્રમોદભાઇ કોઠારી, અરવિંદભાઇ મેતા, તુલસીભાઇ પટેલ તથા સેક્રેટરી હિતેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જામનગર તાલુકાના ગામોમાં વૃક્ષોના ઉછેર માટે માર્કેટયાર્ડ તરફથી ૨૫૦ નંગ પાંજરાનું વિનામુલ્યે વિતરણ માર્કેટયાર્ડના ચેરમેન રાઘવજી પટેલના હસ્તે કરેલ છે.(તસ્વીર - અહેવાલ : મુકુંદ બદિયાણી, જામનગર)

(12:00 pm IST)