Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

નાની ઉંમરથી જ નશો કરતો હોય ચોરી - લૂંટ કરનારો જુનાગઢનો ફકીર યુવાન ઝડપાયો : પોલીસ દ્વારા એક દિ' રીમાન્ડમાં

જૂનાગઢ  તા. ૧૦ : જિલ્લા જેલ પાછળ, વૃદ્ઘ નિકેતન, મુલ્લાહોઝ કબ્રસ્તાન સામે, સુખનાથ વિસ્તારમાં રહેતા, ફરિયાદી અબા ઉંમર યુનુસભાઈ અદનાન ઉવ. ૩૩ કામકાજ સબબ તા. ૨૯.૫.૨૦૨૧ના બહાર ગયેલ હોઈ, તેઓના બંધ મકાનના તાળા તોડી, કબાટ તથા તિજોરીમાંથી રોકડ રકમ રૂ. ૧૩,૫૦૦ તથા સોનાની કાનની બુટી જોડી ૦૧ કિંમત રૂ. ૪,૫૦૦ સોનાના કાનમાં પહેરવાના દાણા નંગ ૦૫, કિંમત રૂ. ૩,૦૦૦ મળી કુલ રૂ. ૨૧,૦૦૦ ની ચોરી થતા, તા. ૦૭ ૦૬.૨૦૨૧ ના ફરિયાદ કરવામાં આવતા, એ ડિવિઝન પી.આઇ. આર.જી.ચૌધરી, પીએસઆઇ આર.પી.ચુડાસમા તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી.

ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પીઆઇ આર.જી. ચૌધરી, પીએસઆઇ આર.પી.ચુડાસમા, સ્ટાફના ,એચ.સી કિરણભાઈ રાઠોડ, પો.કો. રામભાઈ ચાવડા હરદાસભાઈ, સહિતની ટીમ દ્વારા મળેલ બાતમી આધારે આરોપી અરબાઝ ઉર્ફે દેગડી ઇસ્માઇલશા રફાઈ ફકીર ઉવ. ૧૯ રહે. ધારાગઢ રોડ, તાર બંગલા પાછળ, ખાપરા કોઢિયાના ભોંયરા પાસે,જૂનાગઢ ને પકડી પાડી, પૂછપરછ કરવામાં આવતા. પોતે આ ઘરફોડ ચોરી કરેલાની કબૂલાત કરવામાં આવતા, ધરપકડ કરવામાં આવેલ હતી.

આરોપી અરબાઝ ઉર્ફે દેગડી ઇસ્માઇલશા ફકીરની પૂછપરછ કરવામાં આવતા, ઝડતી દરમિયાન રોકડા રૂ. ૧,૫૫૦ તથા સોનાની કાનની બુટી જોડી ૦૧ કિંમત રૂ. ૪,૫૦૦ સોનાના કાનમાં પહેરવાના દાણા નંગ ૦૫, કિંમત રૂ. ૩,૦૦૦ મળી કુલ રૂ. ૯,૦૫૦ ના મુદામાલ પણ રિકવર કરવામાં આવેલ છે.

આરોપી અરબાઝ નાની ઉંમરથી જ નશો કરી, મારામારી, ચોરીઓ, ઘરફોડ ચોરીઓ તેમજ લૂંટ કરવાની ટેવ ધરાવે છે. ભૂતકાળમાં સગીર હોવાથી છૂટી જતા, ફરીથી અવાર નવાર પકડાયેલ હતો. હાલમાં પુખ્ત થઈ જતા, પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. ભૂતકાળમાં આરોપી ચોરીના ગુન્હામાં તથા મારામારીના ગુન્હામા પકડાયેલ હતો આ પકડાયેલ આરોપી નશાની ટેવ હોઈ, ફરતા ફરતા દિવસ તેમજ રાત્રી દરમિયાન બંધ મકાનને ટાર્ગેટ કરી, ઘરફોડ ચોરીઓ કરવાની મોડ્સ ઓપરેન્ડી ધરાવે છે..

પકડાયેલ આરોપી દેગડી દ્વારા બીજા ઘરફોડ ચોરી, ચોરીના કોઈ ગુન્હાઓમાં સંડોવાયેલ છે કે કેમ..? કોઈ ગુન્હાઓમાં વોન્ટેડ છે કે કેમ..? બીજો મુદ્દામાલ કયા રાખેલ છે...? વિગેરે મુદ્દાઓ સર કોર્ટમાં રજૂ કરી, દિન ૩ના પોલીસ રિમાન્ડની માંગણી કરતા, કોર્ટ દ્વારા દિન ૧ના પોલીસ રીમાન્ડ મંજુર કરાયેલ છે.

(11:59 am IST)