Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

ઉના પંથકમાં આંબાના બગીચાના ઇજારદારો માટે વિશેષ સહાય પેકેજ જાહેર કરવા આપની રજૂઆત

(નવીન જોષી દ્વારા) ઉના તા.૧૦ : ઉના ગીર ગઢતા તાલુકાના આંબાવાડી બગીચાના ઇજારદારોને માટે વિશેષ સહાયનું પેકેજ જાહેર કરી સહાય આપવા ગીર સોમનાથ આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી માંગણી કરી છે.

ગીર સોમનાથ જીલ્લા આમ આદમી પાર્ટીના આગેવાન મગનલાલ ગજેરાએ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને લેખીતમાં આવેદનપત્ર પ્રાંત કચેરીએ જઇ પ્રાંત અધિકારીને આપેલ કે તાજેતરમાં તૌકતે વાવાઝોડામાં ગીરસોમનાથ જીલ્લાના ગીરગઢડા ઉના તાલુકાના આંબાના તથા નાળીયેરીના ઝાડો ઉખડી નાશ પામેલ છે. ખેડૂતોને મોટી નુકશાની ગઇ છે. સરકાર જે પેકેજ સહાય જાહેર કરી છે તે અપુરતી છે. બે હેકટરની મર્યાદા રદ કરવી ખેડૂતને એક આંબાની વાર્ષિક ઉપજ ૪ થી ૨૦ મણ હોય છે તે સરેરાશ ૧૨ મણ કેરી એક આંબામાં ઉત્પન્ન થાય છે. તેનો ભાવ ૨૦ કિલો નો ૧૦૦૦ લેખે ૧ હેકટરમાં ૧૦૦ આંબા હોય છે. રૂ. ૧૨ લાખની આવક થતી તેના ૫૦ ટકા લેખે હેકટર દીઠ કુલ ૬ લાખ ખેડૂતોને ચુકવવા જોઇએ તે જ ખેડૂત ઉભો થઇ શકે તેમ છે.

હજારો એકરમાં ઇજારદારોએ આંબાના બગીચા રાખેલ છે તેમજ ખેડૂતોને પુરેપુરી રકમ ચુકવી આપેલ હોય કેરી ઉતારી પણ ન હોય અથવા ૩૦ ટકા ઉતારી હતી ત્યા વાવાઝોડામાં કેરી ખરી જતા કરોડો રૂપિયાનું નુકશાન ગયુ છે તેથી સરકારે ઇજારદારનું પણ સર્વે કરાવી તેમને વિશેષ પેકેજ જાહેર કરવા માંગણી કરી છે.

(11:57 am IST)