Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

ગોંડલ : ગુંદાળા ફાટકે ટ્રાફિક જામની સમસ્યા નિવારો

ગોંડલ : સતત ટ્રાફીકથી વ્યસ્ત રહેતા બસ સ્ટેન્ડથી ગુંદાળા ચોકડી જતા રાજમાર્ગ પર ગુંદાળા ફાટકે બંને સાઇડની રોંગ સાઇડમાં વહેલા પસાર થવાની લ્હાયમાં વાહનચાલકો આમને સામને ધરાર ઉભા રહી જતા હોય ટ્રાફીક જામ સર્જાય રહ્યો છે. ગોંડલ સીડી પોલીસ મથકના પોલીસ અધિકારી પીઆઇ એમ.જાડેજા દ્વારા જાત નિરીક્ષણ કરી ટ્રાફીક બ્રિગેડના જવાનોને તહેનાત કરવા લોકમાંગણી ઉઠી છે. (તસ્વીર : જીતેન્દ્ર આચાર્ય,ગોંડલ)

(11:53 am IST)