Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

આજે વિક્રમ સવંત ર૦૭૭ના વર્ષનું છેલ્લુ સુર્યગ્રહણ પરંતુ ભારતમાં નહિ દેખાય

હે શનિદેવ કોરોનાથી સૌને બચાવજોઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં શનિદેવ જયંતીની ઉજવણી

સતત બીજા વર્ષે મહામારીના કારણે સાદગીપુર્ણ ઉજવણીઃ ભાવીકો દ્વારા ઘરે બેઠા દર્શન

પ્રથમ તસ્વીરમાં વાંકાનેર અને બીજી તસ્વીરમાં ગોંડલના તરકોશી હનુમાનજી મંદિરે શનિદેવ જયંતિની ઉજવણી કરાઇ તે નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ) )

રાજકોટ, તા., ૧૦: 'હે શનિદેવ કોરોનાથી સૌને બચાવજો' આજે રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં શનિદેવ જયંતીની ભાવપુર્વક સાદગીથી ઉજવણી કરવામાં આવી રહી છે.

શ્રી શનિદેવ મંદિર-હાથલા, પોરબંદર, પ્રભાસપાટણ શનિદેવ મંદિર, વાંકાનેર, રાજકોટ સહીતના સ્થળોએ ભાવીકો વગર પુજારી પરીવાર દ્વારા વિશેષ પૂજન, અર્ચન સાથે શનિદેવ જયંતીની ઉજવણી થઇ રહી છે. આજે વૈશાખ વદ અમાસને ગુરૂવારે શનિ જયંતી અને સુર્યગ્રહણનો અનોખો સંયોગ રચાયો છે. જો કે સુર્યગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોય લોકોએ ધાર્મીક રીતે પાળવાનું રહેશે નહી. સાથે સાથે બહેનો સૌભાગ્યની પ્રાપ્તી માટેનું વટસાવીત્રીનું વ્રત પણ આજે ઉજવાય છે. શનિ જયંતીને દિવસે હનુમાનજીની પુજા-ઉપાસના અને શનિ ગ્રહની આરાધના કરવી ઉતમ અને શુભ ફળ આપનારી છે. આ દિવસે ઉપવાસ અથવા એકટાણુ કરવુ. હનુમાનજીને તેલ, સિંદુર તથા અડદના ર૧ દાણા ચઢાવી શકાય.

વિક્રમ સવંત ર૦૭૭ના વર્ષનું છેલ્લુ સુર્યગ્રહણ ગુરૂવારે વૈશાખા વદ અમાસને શનિ જયંતીને દિવસે વૃષભ રાશીમાં થવાનું છે. પરંતુ આ સુર્યગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોય લોકોએ ધાર્મીક રીતે પાળવાનું રહેશે નહી.

પ્રભાસપાટણ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળઃ પ્રભાસપાટણમાં શનિદેવનું મંદિર આવેલું છે. મંદિરના મહંત હરીનારાયણગીરી મહારાજે જણાવ્યુ હતુ કે આ વર્ષે શનિ જયંતીની સાદગીપુર્ણ ઉજવણી થશે.સવારે પ કલાકે શૃંગાર, પુજા અને આરતી થશે. સાત કલાકે ધ્વજારોહણ અને બપોરે ૧ર કલાકે ભગવાનને ભોગ અર્પણ થશે અને સાંજે ૭.૩૦ કલાકે પુજા આરતી અને હવન કરાશે.

વાંકાનેર

વાંકાનેર : વાંકાનેર ખાતે ટોલનાકા પાસે આવેલ શ્રી શનિદેવ મંદિર ખાતે આજરોજ શનેશ્વર જયંતીની અમાસના રોજ શ્રી શનિદેવનું વિશેષ પૂજન અર્ચન કરવામાં આવેલ હતું.

અને આજે અમાસનો સંયોગ અને શનિદેવ જયંતી હોય શ્રી શનિદેવ ભગવાનના દર્શનનો ભાવિક ભકતજનોએ લાભ લીધેલ હતો. (તસ્વીરઃ હિતેશ રાચ્છ, વાંકાનેર) (૪.૬)

 

ટંકારાના સરવા ગામથી રાજકોટ નાનાને ઘેર આવેલી ૩ વર્ષની મીનાનું સાપે દંશ મારતાં મોત

રાજકોટ તા. ૧૦: ટંકારાના સરવા ગામેથી રાજકોટના રૈયામાં નાના-નાનીના ઘરે માતા સાથે આવેલી ૩ વર્ષની મીના નાગજીભાઇ ગમારા (ભરવાડ)નું સર્પદંશથી મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

સરવા ગામેથી મીના તેની નાની બહેન અને માતા સાથે કેટલાક દિવસથી રાજકોટ રૈયા ગામ મુકિતધામ પાસે રહેતાં નાના હીરાભાઇ અને નાની ધકુબેનના ઘરે આવી હતી. અહિ ગઇકાલે તે રૂમ અંદર રમતી હતી ત્યારે સાપ ઘુસી ગયો હતો અને  મીનાને દંસ મારી દીધો હતો.

દેકારો થતાં બહાર બેઠેલા માતા, નાના, નાની સહિતના રૂમમાં દોડી ગયા હતાં અને સાપને ભાગતો પણ જોયો હતો.

બાળાને હોસ્પિટલે ખસેડાઇ હતી. પણ મોત નિપજ્યું હતું. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના અજયસિંહ ચુડાસમાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:44 am IST)