Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

પોરબંદર પાસે હાથલા શનિદેવ મંદિરે શનિ જયંતી ઉજવાશે નહીં: ભકતોને ઓનલાઇન દર્શનની અપીલ

શનિદેવના દર્શન વીડીયો કોલથી મો.૯પ૧૦૯ ૧૭૬૩ર અને મો. ૯૭ર૪૬ ૦ર૦૧૮ કરી શકાશેઃ શનિ જયંતીએ પીપળાનું પૂજનનું મહત્વ

(પ્રકાશ પંડીત દ્વારા) આદિત્યાણા તા. ૧૦ :.. પોરબંદરથી ૩૦ કી. મી. દૂર હાથલામાં શનિદેવના પ્રાચીન મંદિરે કોરોના મહામારીને લીધે શનિ જયંતીની ઉજવણી કરવામાં આવશે નહીં. શનિ ભકતોને શનિ જયંતીએ  હાથલામાં દર્શન કરવા ન આપવા પુજારી વિનોદપુરી ગોસ્વામીએ અપીલ કરી છે. શનિ ભકતો વીડીયો કોલથી મો. ૯પ૧૦૯ ૧૭૬૩ર અને મો. ૯૭ર૪૬ ૦ર૦૧૮ કોઇપણ એક નંબર ઉપર શનિદેવના દર્શન કરી શકશે.

આજે વૈશાખ વદ અમાસ એટલે શનિ જયંતી છે. દર વખતે પોરબંદર નજીક આવેલ હાથલા ગામે ધામધુમપૂર્વક શનિ જયંતીની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આજના દિવસે કોરોના મહામારીના કારણે હાથલા ગામે શનિદેવ મંદિરે તમામ કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવેલ છે. અને શનિદેવના ભકતો હાથલા ગામે દર્શન કરવા ના આવે તેવી પુજારી શ્રી દ્વારા અપીલ કરવામાં આવેલ છે.

ભકતો વિડીયો કોલમાં ઓનલાઇન દર્શન કરી શકશે. દર્શન કરવા માટે મો. ૯પ૧૦૯ ૧૭૬૩ર મો. ૯૭ર૪૬ ૦ર૦૧૮ પુજારી  વિનોદપુરા ગોસ્વામીને વિડીયો કોલ કરવાથી ઓનલાઇન દર્શન કરાવશે.

આજના દિવસે શનિદેવની પુજાનું ખુબ જ મહત્વ રહેલ છે. શનિ દેવના મંત્ર ઓમ શં શનિશ્વરાયે નમઃ ના જાપ કરવાથી પનોતીમાં પણ ફાયદો થાય છે.

આજના દિવસે પિપળાની પુજાનું પણ મહત્વ છે. શનિદેવની જે લોકોને પનોતી ચાલતી હોય તે લોકો દરરોજ પીપળાને પાણી રેડી ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ ના મંત્ર જાપ કરતા નવ પ્રદક્ષીણા પીપળાની કરે તો પણ પનોતી હળવી થાય છે.

 આજના દિવસે તથા દર શનિવારે સૂર્યાસ્ત વખતે પીપળા પાસે સરસવનો દિવો કરી પીપળાની પુજા કરવાથી પણ ફાયદો થાય છે.

આજના દિવસે તેમજ દરરોજ કાગડા, કુતરા, ગાય, પશુઓને ખોરાક ખવડાવવો અંધ-અપંગ, વૃધ્ધોની સેવા કરવી તેમજ ગરીબોને દાન આપવું અને ખાસ મા-બાપ અને વડીલોની સેવા કરવાથી શનિદેવ પ્રસન્ન રહે છે.

(11:43 am IST)