Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

ગોંડલ નેશનલ હાઇ વે પર બંધ ટ્રક પાછળ બાઇક ઘુસી જતા પોરબંદરના બાવળાવદરના આધેડનું મોત

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંોડલ,તા. ૧૦: ગોંડલ અકસ્માત માટે કુખ્યાત ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર શિવ શકિત હોટલ પાસે બંધ ટ્રકના ટાયરમાં બાઈક ઘુસી જતાં પોરબંદરના બાવળાવદર ના આધેડનું મોત નિપજયું હતું.

પોરબંદરના બાવડાવદર ગામે રહેતા જગદીશભાઈ દયાળજીભાઈ પેસાવરીયા પોતાના હીરો હોન્ડા બાઇક ઞ્થ્૧૦ખ્ચ્ ૩૭૬૨ પર જઈ રહ્યા હતા ત્યારે ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે શિવ શકિત હોટલ ની સામે બંધ હાલતમાં ઉભેલા ટ્રક ઞ્થ્૧૧હ્ર૯૧૫૨ પાછળ બાઈક ઘુસી જતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જયાં તેમનું મોત નિપજયું હતું અને પોલીસ ફરિયાદ નોંધાઇ હતી ઘટનાની તપાસ સીટી પોલીસના જમાદાર આર ડી ઝાલા તે હાથ ધરી હતી.

(10:17 am IST)