Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

11મીથી દ્વારકાનું વિશ્વ વિખ્યાત જગત મંદિર મંગળા આરતી સાથે દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાશે

મંદિર પરિસરના મુખ્ય પ્રવેશદ્વાર પરથી ભાવિકોને એકસાથે 50ની સંખ્યામાં દર્શન માટે પ્રવેશ અપાશે:પરિસર -આરતીમાં યાત્રિકો માત્ર દર્શન કરી શકશે : ઉભા રહેવા દેવામાં આવશે નહીં: પરિક્રમા માટે પ્રતિબંધ

દ્વારકાનું વિશ્વ વિખ્યાત જગતમંદિર તારીખ 11 જૂનથી સવારના 6-30 વાગ્યાના મંગળા આરતીના દર્શન સાથે દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે.મંદિર પરિસરના મુખ્ય પ્રવેશદ્વાર પરથી ભાવિકોને એકસાથે 50ની સંખ્યામાં દર્શન માટે પ્રવેશ અપાશે.મંદિર પરિસરમાં યાત્રિકોને માત્ર દર્શન માટે જ છૂટછાટ મળશે.અને આખા દિવસની ચાર આરતીમાં યાત્રિકો માત્ર દર્શન કરી શકાશે.સંપૂર્ણ આરતી દરમિયાન યાત્રિકોને ઉભા રહેવા દેવામાં આવશે નહીં.અને મંદિરમાં યાત્રિકોને પરિક્રમા માટે પ્રતિબંધ રાખવામાં આવ્યો છે,આ જિલ્લા કલેકટર નરેન્દ્રકુમાર મીનાની સૂચના મુજબ રાજ્ય સરકારના નિયમોને આધીન તારીખ 11મી જૂનથી મંદિરનો પ્રવેશદ્વાર ખુલ્લી રહ્યો છે.ત્યારે દ્વારકાવાસીઓ અને ભાવિક ભક્તોમાં શ્રદ્ધા સાથે આનંદની લાગણી પ્રસરી રહી છે.સાથે જ દ્વારકાના હોટલ ઉદ્યોગને પણ વેપાર ધંધામાં રાહત મળશે

(9:22 pm IST)