Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

પોરબંદર પોલીસ દ્વારા જિલ્‍લામાં છેલ્‍લા ચાર દિવસમાં જાહેરનામાના ૪૭ કેસ, માસ્‍ક ન પહેરનાર વિરૂધ્‍ધ ર૯૦ પાવતી ફડાઇ

પોરબંદર : અત્રેની પોલીસ દ્વારા જિલ્‍લાના છેલ્‍લા ચાર દિવસમાં જાહેરનામાના ૪૭ કેશ કરવામં આવેલ છે. તથા માસ્‍ક ન પહેરનાર વિરૂધ્‍ધમાં ર૯૦ પાવતી ફાડવામાં આવી છે.

વધુ વિગતે જોઇઅે રાજયમાં નોવેલ કોરોના વાયરસ (કોવિડ-૧૯) મહામારીને અટકાવવા આજથી રાજયના ૨૦ શહેરોમા રાત્રે ૮ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી કરફ્યુ જાહેર કરેલ છે જે અનુસંધાને પોરબંદર જિલ્લામા ૦૦૫0-19 નું સંક્રમણ નહિવત રહે અને જિલ્લો કોરોના મુકત રહે તે હેતુથી પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.રવિ મોહન સૈની નાઓની સુચના મુજબ. સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ કોરોના સંક્રમણ અટકાવવા બિનજરૂરી ઘરની બહાર નીકળી અવર જવર કરવા ઉપર નિયંત્રણ રહે અને રાજયમા નોવેલ કોરોના વાયરસ ( કોવિડ-૧૯) નો ફેલાવો થતો અટકાવવા તકેદારીના ભાગ રૂપે પોરબંદર પોલીસ દ્રારા જિલ્લામાંથી છેલ્લા ચાર દિવસમા જાહેરનામાના કુલ-૪૭ કેસ કરવામા આવેલ છે તેમજ જાહેરમા માસ્ક ન પહેરનાર વિરૂધ્ધમાં કુલ પાવતી-૨૯૦ રૂ.૨,૯૦,૦૦૦/- દંડ વસુલ કરેલ છે તેમજ પોલીસ દ્રારા પ્રજા અને પોલીસ વચ્ચે મૈત્રીભર્યું વાતાવરણ જાળવાઇ રહે તે હેતુથી પોરબંદર શહેર વિસ્તારમા માસ્ક વગર નિકળતા લોકોને આશરે ૪૦૦૦ થી ૫૦૦૦ માસ્કનુ વિતરણ કરી માનવતાનુ ઉદાહરણ પુરૂ પાડેલ છે.

પોરબંદર શહેરને લોકડાઉન થી અટકાવવુ હોય તો સરકારશ્રી દ્રારા આપેલ ગાઇડલાઇનુ ચુસ્તપણે પાલન કરી સરકારી તંત્રને સાથ સહકાર આપવો તથા કોઇ ફરીયાદ કે અરજી હોય તો શકય હોય ત્યાસુધી ઓનલાઇન મોકલી આપવી તેમજ પોરબંદર પોલીસ કંટ્રોલરૂમ ટે.નં. 0૨૮૬-૨૨૪૦૯૨૨ ઉપર ફોનથી જણાવી શકે છે તથા બીનજરૂરી સરકારી કચેરીઓમાં જવાનું ટાળવું. તેમ છતા ઉપરોકત સુચનાઓનું પાલન કરવામાં નહિ આવે તો પોરબંદર પોલીસ દ્રારા કોરોના સંક્રમણ અટકાવવા તથા પોરબંદર જીલ્લાને કોરોના મુકત રાખવા કડક પગલા લઇ કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે. જેની જાહેર જનતા ને અપીલ કરવામા આવે છે.

(9:19 pm IST)