Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

કોરોના ગાઇડલાઇનનો ભંગ કરશે તેના ઘરે ગધેડાનું ટોળું મોકલાશે :અમરેલીના જાબાળ ગ્રા.પં.દ્વારા નવતર પ્રયોગ

કાયદાનો ભંગ કરનારને 1000નો દંડ પણ કરાશે :ગામમાં ઢોલ વગાડી લોકોને કોરોના અંતર્ગત સતેજ કરાયા

અમરેલી જીલ્લાના જાબળા ખાતે કોરોનાની ગાઇડલાઇનનું ભંગ કરશે તેને ઘરે ગધેડાનું ટોળું મોકલવામાં આવશે. અને ગધેડાનું ટોળું મોકલી કાયદાનું ભાન કરવવામાં આવશે. સાથે કોવિડના કાયદાનો ભંગ કરનારને 1000નો દંડ પણ કરવામાં આવશે. ગામમાં ઢોલ વગાડી લોકોને કોરોના અંતર્ગત સતેજ કરાયા છે

  ગ્રાં.પં.ના સરપંચની કોરોના જાગૃતિ માટે અનોખી પહેલ છે. કાયદો તોડનાર શરમ અનુભવે,બીજીવાર કાયદો ન તોડે અને ગામના અન્ય લોકો આ મહામારી થી બચી શકે તેવા ઉમદા આશયથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 1 વર્ષ કરતા વધુ સમયથી આપણે કોરોના સામે લડી રહ્યા છીએ. કોરોનાથી બચવાના એક માત્ર ઉપર એટલે માસ્ક અને સોશિયલ ડીસટન્સ છે. છતાય કેટલાક લોકો કોરોના ગાઈડલાઈન્સ નું સરેઆમ ઉલંઘન કરતા જોવા મળે છે. ત્યારે અમરેલી જાબાળ ગ્રા.પં.દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે

(6:06 pm IST)