Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

લવજેહાદ કાયદો ભોગ બનનારને કેટલો ઉપયોગી થશે તે માટે સમયની રાહ જોવી પડશે : ભીખાભાઇ બાંભણીયા

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ,તા. ૬: જસદણના પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ ડેરી અને જસદણ યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્યું હતુ કે, હિંદુ સમાજની બહેન દિકરીઓ સાથે મુસ્લિમ સમાજના છોકરાઓ મારફત છેતરપીંડી, છળકપટ કે બ્લેકમેઇલીંગ કરીને ધર્માતરણ કરાવી અત્યારચાર કરવામાં આવે છે. તેને અટકાવવા માટે ગુજરાત વિધાનસભાામં (લવ જેહાદ) બીલ લાવવામાં આવેલ છે. કાળજાના કટકા જેવી દીકરીઓને કસાઇઓના હાથમાં જતી રોકવાનું બીલ છે. એવુ સરકારનું માનવુ છે. કાયદાની અમલવારી કઇ રીતે થશે અને તેનો ફાયદો ભોગ બનનારને કેટલો ઉપયોગી થશે તે માટે સમયની રાહ જોવાની રહેશે.

ભીખાભાઇ બાંભણીયાએ વધુમાં જણાવ્યુ કે, લવ જેહાદનો ભોગ બનનાર પિડીતાની વ્યથા જાણીને સૌને દુઃખ કે અરેરાટી થાય એ સ્વભાવિક છે. કોઇ પણ બહેન દીકરી મુસ્લિમ સમાજનો છોકરો હોવા છતાં તેના ઉપર આંધળો વિશ્વાસ મુકે છે ત્યારે તેના પરિવાર કે રહેણાંક વિસ્તાર ઉપરથી ખ્યાલ ન આવે એ બનવા જોગ નથી. કોઇ પણ સમાજની બહેન દીકરી માવતરની અવગણના કરી પ્રેમ કે અન્ય કારણોને લીધે ફસાયુ છે ત્યારે તેને સહન કરવાનું આવ્યાના અનેક કિસ્સા હિંદુ સમાજ કે અન્ય સમાજમાં બને છે એ દરકે સમાજ માટે કલંકરૂપ છે.

નારી તુ નારાયણી છે એવું દરેક સ્વીકારે છે દરેક સમાજમાં નારી જાતી કુળદેવી માતાજી તરીકે પુજાય છે, નારી શકિતનું પૂજન થાય છે પરંતુ હાલના સમયમાં પ્રમે-પ્રકરણના નામે જે કિસ્સાઓ વધતા જાય છે તે શરમજનક બાબત છે. દુષ્કર્મ બળાત્કાર, છેડતી, છુટાછેટા તથા પ્રેમ પ્રકરણના નામે મહિલાઓને ઠાણુ જ સહન કરવાનું થાય છે એ દુઃખદ બાબત છે. આજથી શિક્ષણ પ્રથામાં નારી શકિતની શું તાકાત છે એવા કિસ્સા જાણવા મળતા નથી. અગાઉના નારી શકિતના અમુક કિસ્સાઓ સાંભળીને આપણને ગૌરવ લેવાનું તથા વંદન કરવાનું મન થાય. નારી શકિતની તાકાતે ઓળખીયે. (૧) શેઠ સગાળશાએ દિકરા ચૈલેયાને ખાંડીને સાધુને જમાડવાનું કર્યું ત્યારે સાધુ વાંજીયાનું જમતા નથી એમ બોલ્યા ત્યારે ચંગાવતીએ મારા પેટમાં બાળક છે એવુ બોલીને સગાળશાની મુંઝવણમાં મદદરૂપ બનેલા. (૨) રાજા હરિચંદ્ર દેવુ ચુકવવા વખતે મુંઝાયા ત્યારે તારામતીએ રોહિત સહિતે વેચાઇને ભરી દેશુ એવી હૈયાધારણ આપેલી. (૩) જેસલ જાડેજાની નાવ મધદરિયામાં ડુબવા લાગી ત્યારે તોરલ દે એ પાપ તારૂ પ્રકાશ જાડેજા તમારી બેડલીને ડુબવા નહિ દવ એવો વિશ્વાસ આપેલો.

ઉપરના પ્રસંગો જોતા નારી શકિત જાગૃત થાય, સશકત અન સંગઠીત બને તથા પોતાની તાકાતને સમજે તેમ જ પોતાના કુટુંબ પરિવારને કલંક ન લાગે તેવુ વર્તન કરે એ જરૂરી છે. નારી શકિત બહેન-દીકરી, વહુ, મા, સાસુ તથા દેવી શકિત સ્વરૂપે છે. તેને વંદન કરૃં છુ. કાયદાને બદલે સમજણથી જીવવામાં આવે તો સ્ત્રી સુરક્ષાનો પ્રશ્ને મહદઅંશે ઉકેલ આવી શકે. કાયદાથી જ સમાજમાં સમજણ અને પરિવર્તન આવે એવું માનવું ભૂલ ભરેલુ છે. તેમ અંતમાં ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્યું હતું.

(3:19 pm IST)