Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

પોરબંદર-છાંયા નગરપાલિકાની ખાસ બજેટ સભામાં એજન્ડાનું પુરતું વાંચન કરવામાં નહીં આવ્યાની રજુઆત

પ્રાદેશિક મ્યુનિસિપાલીટી કમીશનરને આગેવાનો ફારૂકભાઇ સૂર્યા, જીવનભાઇ જુંગી ભાનુબેન જુંગી, વીજુભાઇ પરમાર ભીખાભાઇ ઢાંકેચા, રશીદાબેન જોખીયા તથા ભરતભાઇ ઓડેદરાએ રજુઆત કરીને પગલા લેવાય નહીં તો હાઇકોર્ટનો આશરો લેવા ચિમકી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૭ :  પોરબંદર-છાંયા નગરપાલિકાની ખાસ બજેટ સભામાં એજન્ડાનું પુરતુ વાંચન નહીં કરવામાં આવ્યાનું તેમજ બજેટ સભા એક મીનીટમાં પુરી કરી દીધાની સામે આગેવાનો ફારુભાઇ યુસુફભાઇ સૂર્યા, જીવનભાઇ જુંગી ભાનુબેન જુંગી વીજુભાઇ પરમાર ભીખાભાઇ ઢાંકેચા, રસીદાબેન જોખીયા તથા ભરતભાઇ ઓડેદરએ પ્રાદેશિક મ્યુનિસિપાલીટી કમીશનર (રાજકોટ) ને રજુઆત કરીને પગલા નહીં લેવાય તો હાઇકોર્ટનો આશરો લેવા ચીમકી આપી છે.

આ રજૂઆતમાં જણાવેલ છે કે તા. ર૬ માર્ચ રાખવામાં આવેલ. આ સભાની મીનીટની નકલ મળેલ છે.  જેમાં લખ્યા મુજબ કાર્યસાધક કોરમ થઈ જતાં અને રાષ્ટ્રગીત ગાયા બાદ માનનીય અધઘ્યક્ષએ  સભામાં ૪ (ચાર) સદસ્યઓના રજા રીપોર્ટ આવેલ જે સભાને ઘ્યાને મુકીને મંજુર કર્યા પરંતુ ખરી હકીકતે આ વિગત માનનીય  અઘ્યક્ષ દ્વારા નહીં પરંતુ સદસ્ય મોહનભાઈ મોઢવાડીયા દ્વાારા મુકવામાં આવી હતી અને આપણે મંજુર કરીએ છીએ તેવું  તેઓ દ્વારા કહેવામાં આવ્યું હતુ.   

માનનીય અઘ્યક્ષએ સભાનું સંચાલન કરવા સદસ્ય મોહનભાઈ મોઢવાડીયાને જણાવતા તેઓએ એજન્ડાની આઈટમો  નં. ૧ થી ૧૮ વાંચી સંભળાવવામાં આવી તેવું મીનીટમાં નોંધ કરવામાં આવી છે પરંતુ ખરી હકીકતે આ એજન્ડાની કોઈપણ  આઈટમોનું વાંચન કરવામાં આવ્યું નથી અને સદસ્ય શ્રી મોહનભાઈ મોઢવાડીયાએ રજા રીપોર્ટ મંજુર કરીએ છીએ તેમ બોલી ને  એજન્ડાની તમામ વહીવટી બાબતો છે અને બજેટની બાબતો છે તે મંજુર કરીએ છીએ. એટલું જ બોલી ને અમોએ તમામ મુદ્દાનું  વાંચન કરી ને ચર્ચા કરવાની માંગણી કરતાં તેઓ એ આ બજેટ  સર્વાનુમતે મંજુર કરવામાં આવે છે તેવું બોલી ને સભા પુરી જાહેર  કર્યા વિના સભાખંડ છોડી ગયા હતા અને સભાના અધ્યક્ષ સહીત ના સભ્યો એક પછી એક સભા ખંડ છોડી દીધેલ હતો. અને  આ સભા રાષ્ટ્રગીત ગાઈ ને ત્યાર બાદ માત્ર એક જ મીનીટમાં પુરી કરી દેવામાં આવી હતી અને  મીનીટમાં લખ્યા મુજબ કોઈ બજેટ બાબતે કોઈ વાંધા લેખીતમાં આપવા જણાવ્યું નથી એજન્ડાની આઈટમ નં. ૧ થી ૧૮ માં દરેકના  છેવટના ઠરાવમાં દર્શાવ્યા મુજબનું કોઈ મતદાન થયેલ નથી, કે હાજર રહેલા કોઈપણ સભ્યોનો મત લેવામાં આવ્યો નથી કોઈપણ  આઈટમ નું વાંચન કે ચર્ચા થયેલ નહી હોવા છંતા મીનીટમાં ખોટી વિગતો લખવામાં આવી છે. આ એજન્ડામાં માત્ર હિસાબ અને  બજેટ ને લગતા કે વહીવટી બાબતો ના જ મુદ્દા માત્ર ન હત પરંતુ એવા મુદ્દાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો કે જે બજેટને  લગતા ન હતા અને શહેર ચોપાટી જેવા સી.આર.ઝેડ. વિસ્તારમાં મોલ બનાવવા તથા ના રાજાશાહી સમય ના જાને હરવા ફરવા  ના બગીચાઓ માત્ર સંચાલન અને નિભાવના નામે મફતમાં પોતાના સ્નેેહીજનોને એક અરજીના આધારે આપી દેવાના એજન્ડાઓ  પણ સામેલ કરેલ હતા જેમ કે, મુદ્દા નં. (૧) ન.પા. વિસ્તારમાં ૨૪ સ્થળોએ જાહેરાતના બોર્ડ ટેન્ડર ની મુદૃત પુરી થયા પછી નવેસર થી ટેન્ડર ક્રિયા કરવાને  બદલે કે આ બાબતની કોઈ જ ચર્ચા કરવાને બદલે પ્રમુખશ્રીને તમામ સત્તા આપ્યાનો ઠરાવ કોઈ મતદાન થયા વિના કરેલ છે.  મુદ્દા નં. (ર) ન.પા. ના નવા બિલ્ડીંગમાં વધારાની આઈટમો ના રેઈટ એનાલીસીસ ની કોઈ જ વિગતો સભામાં ચર્ચામાં લીધા વિના  કે જાહેર કર્યા વિના ૪.૪૪ લાખ મંજુર કર્યાનો ઠરાવ લખવામાં આવેલ છે તેના પર કોઈ મતદાન થયેલ નથી.  મુદ્દા નં. (૩) રીલાયન્સ જીઓ કંપનીના મોબાઈલ ટાવરને જગ્યા ફાળવવાનો મુદ્દો પણ બજેટ લક્ષી નથી.  મુદ્દા નં. (૪) થી (૧૦) પણ કોઈપણ જાતની ચર્ચા વગર મંજુર કરેલ છે જેમાં દરેક એજન્ડામાં અમારો વિરોધ જ હોય તે જરૂરી નથી.  કારણ કે જે તે મુદ્દાનું વાંચન થાય સને ચર્ચા થાય તો યોગ્ય બાબતોને અમો સમર્થન પણ આપીએ પરંતુ કોઈપણ એજન્ડાનું વાંચન કે  ચર્ચા કર્યા વગર જ માત્ર એક લીટી બોલીને કે તમામ વહીવટી અને બજેટ ને લગતી બાબતો છે તેથી મંજુર કરીએ છીએ તે વ્યાજબી  નથી કારણ કે આ ૧૮ એજન્ડામાં બધા જ એજન્ડ માત્ર બજેટ અને વહીવટી બાબતો ન હતી પરંતુ માત્ર બજેટ ના નામે તમામ  સભ્યોને ભ્રમમાં રાખીને ચર્ચાને પાત્ર અને સરકારની મંજુરી ને પાત્ર એજન્ડાઓ પણ પાસ કરાવી લીધાનું ફલીત થાય છે. તેમ પ્રાદેશિક મ્યુનિપાલીટી કમીશનરને રજુઆતમાં જણાવેલ છે.  

(12:45 pm IST)