Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

મનરેગા યોજના તળે જૂનાગઢ જિલ્લામાં રોજગારી મેળવતા ૨,૭૬૮ શ્રમિકો : તળાવ ચેકડેમના ૨૬ કામ કાર્યરત

જૂનાગઢ તા.૭:  ગ્રામ્ય વિસ્તારમાં શ્રમિકોને રોજગારી આપવા જૂનાગઢ જિલ્લામાં મનરેગા યોજના તળે હાલ ૨૬ કામ કાર્યરત કરાયા છે. આ ૨૬ કામના માધ્યમથી ૨૭૬૮ લોકો રોજગારી મેળવી રહ્યા છે. જૂનાગઢ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા શ્રમિકોને રોજગારી આપવા તેમજ ગ્રામ્ય વિસ્તારોની જરૂરીયાત મુજબ મનરેગા યોજના તળે ચેકડેમ તેમજ તળાવના કામ શરૂ કરવામાં આવ્યા છે.

જે ગામમાં મનરેગા યોજના તળે કામ કાર્યરત છે તેમાં ભેંસાણ તાલુકાના કરીયા, ઢોળવા, ઉમરાળી, જુની ધારી ગુંદાણી, જૂનાગઢના બિલખા, નવા પીપળીયા, બંધાળા, ડુંગરપુર, નવાગામ, બગડુ અને કેશોદ તાલુકાના બામણાસાનો સમાવેશ થાય છે.

ઉપરાંત માળીયા તાલુકાના ચુલડી અને આંબલગઢ, માણાવદરના કોઠારીયા, નાંદરખા, થાપલા અને સરદારગઢ તેમજ માંગરોળ તાલુકાના લાંગડ, મેખડી અને સામરડા, મેંદરડાના આલીધ્રા, વંથલીના ડૂગળી અને લુશાળા ખાતે હાલ મનરેગા યોજનાના તળાવ ચેકડેમનું કામ કાર્યરત છે.

(12:43 pm IST)