Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

પાર્ટીના ૪રમાં સ્થાપના દિનની જુનાગઢ શહેર ભાજપ દ્વારા ભવ્ય ઉજવણી

જુનાગઢ :.. ભારતીય જનતા પાર્ટીનો ૪રમો સ્થાપના દિને જુનાગઢમાં શહેર ભાજપના ઉપક્રમે દરેક વોર્ડમાં બુથ વાઇઝ ભાજપ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પૂર્વ ડે. મેયર ગીરીશભાઇ કોટેચાના નિવાસ સ્થાન ખાતે તથા અગ્રણી બિલ્ડર નિલેશભાઇ ધુલેશીયાની નોબલ બિલ્ડર્સ ઓફીસ ખાતે અને પૂર્વ પ્રમુખ સંજયભાઇ કોરડીયાની હોટલ ખાતે ભાજપના સ્થાપના દિન ઉજવવામાં આવ્યો હતો. ત્યારબાદ શહેર ભાજપ કાર્યલય ખાતે ભાજપની પ્રદેશ કારોબારીમાં નિયુકત સભ્યો રાજેશભાઇ ચુડાસમા, પ્રદીપભાઇ ખીમાણી, શશીકાંતભાઇ ભીમાણી અને ગીરીશભાઇ કોટેચાનું શહેર પ્રમુખ પુનીતભાઇ  શર્મા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સંસદસભ્ય રાજેશભાઇ ચુડાસમા, ભાજપ પ્રદેશ કારોબારીના નવનિયુકત સભ્યો પ્રદીપભાઇ  ખીમાણી, ગિરીશભાઇ કોટેચા તેમજ શહેર ભાજપના પ્રમુખ પુનિતભાઇ શર્મા, પૂર્વ પ્રમુખ શશીકાંતભાઇ ભીમાણી, શહેર ભાજપના મહામંત્રીઓ શૈલેષભાઇ દવે, ભરતભાઇ શીંગાળા, પૂર્વ મેયર આદ્યાશકિતબેન મજમુદાર, મનપા શાસક પક્ષના નેતા નટુભાઇ પટોળીયા, ભાજપના યુવા અગ્રણી કૃષ્ણકાંતભાઇ રૂપારેલીયા, કોર્પોરેટર આરતીબેન જોષી, હિતેન્દ્રભાઇ ઉદાણી, મનુભાઇ મોકરીયા તેમજ ભાજપ યુવા મોરચાના પ્રયાગરાજ ટીલાવત, ગૌરવ રૂપારેલીયા, મનન અભાણી, રેનીશ ભટ્ટી, હેમાંશુ ગોરાણીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. અને ભારતીય જનતા પાર્ટીના ૪રમાં સ્થાપના દિનના અવસર પર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડાએ પાર્ટીના કાર્યકરોને કરેલ વર્ચ્યુઅલ સંબોધન સાંભળ્યું હતું.

(12:43 pm IST)
  • પંજાબ સરકારે પણ મહારાષ્ટ્ર અને ગુજરાતની જેમ, સમગ્ર રાજ્યમાં રાત્રીના 9 થી સવારે 5 વાગ્યા 30 એપ્રિલ સુધી કરફ્યુ લાદયો : તમામ રાજકીય મેળાવડા પર પણ પાબંદી ફરમાવી access_time 2:42 pm IST

  • અમદાવાદમાં વધુ એક એસિડ એટેકની ઘટના : શારદાબેન હોસ્પિટલમાં લેબ ટેક્નિશયન પર એસિડ એટેક : શહેરકોટડા વિસ્તારમાં રહેતા એક શખ્શે બ્લડ ડોનેટ કરવા બાબતે તકરાર કરી હોસ્પિટલના લેબ ટેક્નિશિયન એસિડ એટેક કર્યો : હુમલો કરનાર વ્યક્તિ પ્રકાશ સોલંકી અનેક વખત બ્લડ ડોનેટ કરવા આવતો હતો ; સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ access_time 12:44 am IST

  • મહારાષ્ટ્રમાં કોરોના ગાંડોતૂર બનતા દેશમાં અત્યાર સુધીના રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાયા : એક્ટિવ કેસનો આંકડો 9 લાખને પાર પહોંચ્યો :વધુ 684 દર્દીઓના મોત: રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,26,265 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,29,26,061 થઇ :એક્ટિવ કેસ 9,05,021 થયા વધુ 59,132 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,18,48,905 થયા :વધુ 684 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,66,892 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 59,907 નવા કેસ નોંધાયા access_time 12:51 am IST