Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

માણાવદરમાં ૭૦ થી વધુ કેસ

દવા છંટકાવ-સેનેટાઇઝ કરવા માંગઃ પાલિકા તંત્ર સામે રોષ

(ગીરીશ પટેલ દ્વારા) માણાવદર તા. ૭ :.. શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના કેસો એન્ટીજન કિટમાં વધારો બહાર આવ્યો છે. આજે ૭૦ જેટલા વધુ કેસો એન્ટીજન કિટમાં આવ્યા છે. આ અંગે તંત્ર હજી સાચી માહિતી બહાર પાડવામાં ઉણી ઉતરી રહ્યાની ચર્ચા થઇ રહી છે. છેલ્લા અને દિવસોમાં અસંખ્યા કેસો એન્ટીજન કિટમાં તપાસમાં કોરોના આવ્યો છે. જે ચોકવનારો છે.

આમ છતાં ભાજપ શાસિત પાલિકાની સરેઆમ લાપરવાહી નજરે ચડી છે કે શહેરમાં જયાં જયાં કેસો છે ત્યાં નતો દવા છંટકાવ કે ન તો સેનેટાઇઝર કર્યુ નથી ત્યારે લાખો રૂપિયાની કોરોના કેસ રોકાવા ગ્રાન્ટ ફાળવી તેના બીલો ઉધારી નાખ્યા ? કે શું ? તેવી આમ જનતા ચર્ચા કરી રહ્યા છે જો આ ગ્રાન્ટમાં શું કામ પ્રજાલક્ષી કર્યુ તપાસ થાય તો કાંઇકના તપેલા ચઢી જાય તેવી આમ જનતામાં ચર્ચા થઇ રહી છે. હાલ અનેક નાગરીકો ખુદ સ્વખર્ચે સેનેટાઇઝર બીલ્ડીંગમાં કરવા મજબુર બન્યા છે ત્યારે સરકારી ગ્રાન્ટ શું કામની ?

(11:36 am IST)