Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

કોરોનાની વિકટ પરિસ્થિતિમાં લોધીકાના ખીરસરા ગામ તેમજ વેપારીઓનો મહત્વનો નિર્ણય : દુકાનો સવારે ૬ થી ૧૦ અને સાંજે ૫ થી ૮ ખુલ્લી રહેશે

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા તા. ૭ : લોધીકા તાલુકાના ખીરસરા ગામે ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા તેમજ ગ્રામજનોની ઉપસ્થિતિમા ખીરસરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની ટીમ દ્વારા ગામ લોકોને કોરોનાની ગાઇડ લાઇન વિષે માહિતી આપેલ જેમકે ઘરની બહાર નીકળવા સમયે માસ્ક પહેરીને બહાર નિકળવુ સોસિયલ ડિસ્ટન્સ રાખવો જરૂરી કામ વિના બહાર ન નીકળવુ તેમજ ૬૦ વર્ષ થી મોટી ઉંમરના વડીલો તેમજ ૪૫ થી ઉપરના યુવાનોએ વેકિસન અવશ્ય લેવી તેમજ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા તેમજ ગામના આગેવાનો અને ગામજનોની ઉપસ્થિત અત્યારની કોરોના પરિસ્થિતિ ને અનુલક્ષીને ગામના તમામ વેપારીઓ ભાઈઓએ મહત્વનો નિર્ણય એ લિધો કે ગામ લોકોને ખરીદી માટે દુકાનો સવારે ૬ થી ૧૦ તેમજ સાંજે ૫ થી ૮ ખુલી રહેશે તે દરમિયાન તમામ ખરીદી શાંતિ પૂર્ણ કરી લેવી અને ખરીદીના સમયે માસ્ક પહેરીને આવવુ અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી છે.

(11:35 am IST)