Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

ધોરાજી : ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે ઉદયભાઇ કાનગડ નિમણૂંક

રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા આવકાર : જિલ્લા કાર્યાલય ખાતે આતશબાજી સાથે ઉત્સવ ઉજવાયો

ધોરાજી તા. ૭ : ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા વિગેરે પ્રદેશ ભાજપના હોદ્દેદારો દ્વારા ચર્ચા વિમર્શ કર્યા બાદ ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે રાજકોટના યુવા હૃદયસમ્રાટ ઉદયભાઇ કાનગડની નિમણૂક કરતા રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ જગદીશભાઈ બોરીચા જિલ્લા મહામંત્રી કિશોરભાઈ રાઠોડ જીલ્લા મહામંત્રી નવીન પરી ગોસ્વામી વિગેરે જિલ્લાની ટીમ એ નવી નિમણૂક ને આવકાર્યા હતા.

આ સમયે જિલ્લા પ્રમુખ જગદીશભાઈ બોરીચા, મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, મહામંત્રી નવીનપરી ગોસ્વામીએ જણાવેલ કે ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ બક્ષીપંચ મોરચામાં રાજકોટના યુવા નેતાને સ્થાન આપ્યું છે જેના કારણે સમગ્ર બક્ષીપંચ સમાજમાં ભારે ઉત્સાહ છવાયો છે તેમજ સંગઠનમાં પણ બક્ષીપંચ મોરચાને વધુ ગતિ મળશે આ સાથે ઉદયભાઇ કાનગડને શુભેચ્છાઓ રાજકોટ જિલ્લા ભાજપ વતી પાઠવી હતી.

(11:37 am IST)