Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

સૌરાષ્ટ્ર-કય્છના ૯ શહેરોમાં આજથી રાત્રી કફર્યુ અમલી

રાજકોટ, જામનગર, ભાવનગર, જુનાગઢ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ગાંધીધામ, ભૂજમાં કોરોના સંક્રમણ વધતા પોલીસ બંદોબસ્ત વધુ કડક ગોઠવાશે

રાજકોટ, તા. ૭ :  કોરોના સંક્રમણ વધતા આજથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના ૯ શહેરોમાં રાત્રી ફકર્યુનો અમલ કરાશે અને કોરોના સંક્રમણ અટકાવવા માટે રાત્રીના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી વધુ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવીને લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરાશે.

રાજકોટ,જામનગર, ભાવનગર, જુનાગઢ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ગાંધીધામ, ભૂજમાં કફર્યુનો અમલ કરાશે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર જિલ્લામા નવા ૯૪ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૭,૩૪૩ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૪૨ પુરૂષ અને ૨૩ સ્ત્રી મળી કુલ ૬૫ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ગારીયાધાર ખાતે ૧, ઉમરાળા તાલુકાના લંગાળા ગામ ખાતે ૧૫, ઉમરાળા તાલુકાના રંઘોળા ગામ ખાતે ૩, ઘોઘા તાલુકાના નથુગઢ ગામ ખાતે ૧, પાલીતાણા તાલુકાના મોટી રાજસ્થળી ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના શામપરા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના ટીમાણા ગામ ખાતે ૧, સિહોર તાલુકાના સોનગઢ ગામ ખાતે ૧, સિહોર ખાતે ૧, તળાજા તાલુકાના પીપરલા ગામ ખાતે ૧, સિહોર તાલુકાના ઝરીયા ગામ ખાતે ૧, સિહોર તાલુકાના ભડલી ગામ ખાતે ૧ તેમજ વલ્લભીપુર તાલુકાના કાળાતળાવ ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૨૯ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

મોરબી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી :  મોરબી જીલ્લામાં સતત કોરોનાનો આંક વધી રહ્યો છે ત્યારે મોરબી જીલ્લામાં મંગળવારના રોજ ૩૨ કેસ પોઝીટીવ નોંધાયા છે તો વધુ ૮ દર્દીઓ સાજા થયા છે

મળતી માહિતી મુજબ મોરબી જીલ્લામાં મંગળવારના રોજ કોરોનાના વધુ ૩૨ કેસ પોઝીટીવ નોંધાયા છે જેમાં મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ૮ શહેર વિસ્તારમાં ૧૧, વાંકાનેર તાલુકામાં શહેર ૨ ગ્રામ્ય વિસ્તારમાં ૨ કેસ, હળવદ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં ૨ શહેરી વિસ્તારમાં ૩ કેસ, ટંકારા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં ૩ કેસ અને માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ૧ કેસ પોઝીટીવ નોંધાયો છે. તો રાહતના સમાચાર એ છે કે વધુ ૮ દર્દીઓ સાજા થયા છે.

મોરબી જીલ્લામાં કુલ પોઝીટીવ કેસ ૩૭૮૫ કેસ,  તો અત્યાર સુધીમાં ૩૨૮૬ દર્દીઓ સાજા થયા છે જેમાં ૨૬૬ દર્દી હાલ સારવાર લઇ રહ્યા છે તો ૧૯ દર્દીઓના અત્યાર સુધીમાં મૃત્યુ થઇ ચુક્યા છે.

(11:27 am IST)