Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

ભાણવડના આંબરડી ગામે કુવામાંથી યુવકની લાશ મળતા ચકચાર:યુવકની હત્યા કરી મૃતદેહને કૂવામાં નાખી દેતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યો

ખંભાળિયા: ભાણવડના આંબરડી ગામે કુવામાંથી યુવકનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે. બનાવના પગલે ભાણવડ પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવકનો મૃતદેહ બહાર કાઢી ફોરેન્સિક પોસ્ટમોટર્મ માટે જામનગર ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતક યુવક નું નામ રાણા ભીખાભાઇ સાદિયા (દલિત) હોવાનું સામે આવ્યું છે. યુવકના શરીર ઉપરથી ઇજા ના નિશાન મળી આવતા. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

(9:01 pm IST)