Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

જૂનાગઢના ૩૫ દિવ્‍યાંગોને ગિરનાર રોપ-વેની સફર કરાવાઇ

જૂનાગઢ : પૂર્વ ધારાસભ્‍ય અને પૂર્વ મેયર મહેન્‍દ્રભાઇ મશરૂના વડપણ નીચે ચાલતા સ્‍વ.પોપટલાલ ગોવિંદજીભાઇ લાખાણી ચેરી.ટ્રસ્‍ટના સહયોગથી રેડક્રોસ ખાતે છેલ્લા ૧૭ વર્ષથી ચાલતા આશાદીપ ફાઉન્‍ડેશનના મનોદીવ્‍યાંગ ભાઇઓ બહેનો કે જેની ઉ. ૧૮ વર્ષથી વધુ છે તે લોકોને રોપવેની સફળ કરાવી ગિરનાર પર્વત ઉપર બિરાજમાન માં અંબાના દર્શન કરાવ્‍યા. ત્‍યારબાદ રોપ વે સફર પુર્ણ કરી નીચે આવ્‍યા બાદ ભોજનની વ્‍યવસ્‍થા પણ ટ્રસ્‍ટના પ્રમુખ મહેન્‍દ્રભાઇ મશરૂ દ્વારા કરવામાં આવેલ. આ સફરથી મનોદિવ્‍યાંગ ભાઇઓ તથા બહેનો ખૂબ આનંદીત થઇ ખુશ થયા હતા. જૂનાગઢ આશાદિપ ટ્રસ્‍ટના મહેન્‍દ્‌્‌રભાઇ મશરૂ અને ડો.બકુલ બુચ દ્વારા દિવ્‍યાંગ બાળકોની પાત્રીસ લોકોની ટીમને લઇ આવવામાં આવેલ હતા. ત્‍યારે મંદિર તરફથી તમામ બાળકોને માતાજીના દર્શન કરાવી દરેકને પ્રસાદ સ્‍વરૂપ આઇસ્‍ક્રમ ખવડાવી મોં મીઠા કરાવ્‍યા હતા. દિવ્‍યાંગ બાળકો જ્ઞાન સાથે ગમત સાથેની આ રોપવેની યાત્રાથી ખુશ થયા હતા.

(1:25 pm IST)