Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

જૂનાગઢમાં ધો. ૧૦,૧૨ની પરિક્ષાઓની તૈયારી અંગે વિવિધ સંઘો સાથે સંકલન બેઠક યોજતા ઉપાધ્‍યાય

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૨: આગામી મે માસમાં યોજાનાર એચએસસી એસએસસી બોર્ડની પરીક્ષા અંતર્ગત જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્‍યાયના અધ્‍યક્ષ સ્‍થાને જિલ્લાના વિવિધ સંઘો સાથે એકલવ્‍ય સ્‍કૂલ ખાતે એક સંકલન બેઠક યોજાઇ હતી.

જેમાં શ્રી ઉપાધ્‍યાયએ ખૂબ જ સચોટથી અત્‍યાર સુધીમાં ન થયું હોય તેવુ વિદ્યાર્થી તથા શિક્ષકો અને શિક્ષણનું સ્‍તર જળવાય તેવું સુંદર માઇક્રોપ્‍લાનીંગ કરી આઇશ્રી પરમાર દ્વારા પ્રેજન્‍ટેશન કરવામાં આવેલ. ઉપરાંત કચેરી દ્વારા ખૂબ જ ઉત્‍કૃષ્‍ઠ આયોજન કરાયું હતું. અત્‍યાર સુધીમાં કદાચ આગોતરૂ આયોજન પ્રથમ વખત થયું છે. આ બેઠકમાં પરીક્ષા કેન્‍દ્રો કેન્‍દ્રમાં વિદ્યાર્થીઓની સંખ્‍યા બ્‍લોક સંખ્‍યા સમાવિષ્‍ટ શાળાઓ ફરજીયાત સી.સી. કેમેરા ઝોનવાઇસ યાદી અને અધિકારીઓની યાદી અને જૂનાગઢ શહેરમાં ભૌગોલિક પરિસ્‍થિતી મુજબ ખાસ ૪ ઝોન પાડેલ જેથી વિદ્યાર્થીને દૂર ન જવું પડે.

પ્રાયોગિક પરિક્ષા અને તેના સ્‍થળ મધ્‍યસ્‍થ મુલ્‍યાંકન કેન્‍દ્રના આયોજન સાથે વિગત કાઉન્‍સિેલીંગ વિદ્યાર્થી માટે બસ સુવિધા આરોગ્‍ય બાબત સુવિધા ઘરથી નજીક પરીક્ષા સ્‍થળ વિદ્યાર્થીઓને માનસિક રાહત માટેની ચર્ચા વાલીઓના સમયથી બચત કન્‍ટ્રોલ રૂમ કાર્યરત પોલીસ બંદોબસ્‍ત વગેરે બાબતો પર વિસ્‍તૃત ચર્ચા અને પ્રકાશ પાડવામાં આવેલ. તેમજ વર્ષોથી ઉદભવતા પ્રશ્‍નો બાબતે રજુઆત સાથે પણ ચર્ચા કરી જેમાં સુપરવિઝન બાબતે મુલ્‍યાંકન માટે છૂટા કરવા બાબતે મધ્‍યસ્‍થ મૂલ્‍યાંકન કેન્‍દ્ર નજીકમાં તથા સેન્‍ટરમાં રહે તે બાબતે ઘણી બાબતો ઉપર ઉડાંણપૂર્વકની માહિતી સાથે સંકલનની બેઠક પૂર્ણ કરવામાં આવેલ.

આ બેઠક દરેક સંઘના પ્રમુખમંત્રીઓ જી.પી.કાઠી, કે.ડી.પંડયા, લક્ષ્મણભાઇ રાવલીયા, નરસિંહભાઇ નિલેશભાઇ સોનારા, શ્રીનકુમ, હુંબલ જીતુભાઇ ખુમાણ, અશોકભાઇ સહીતના પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા અને સુંદર વાતાવરણમાં બોર્ડની પરીક્ષા યોજાય તે માટે પદાધિકારી તથા અધિકારીઓ પરસ્‍પર સહકારની અપેક્ષા સાથે ઉત્‍કૃષ્‍ઠ આયોજન કરેલ તે બદલ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી આર.એસ. ઉપાધ્‍યાય અને તેની કેચરી સ્‍ટાફનો આભાર વ્‍યકત કર્યો છે.

(1:22 pm IST)