Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

મોરબીના જાંબુડીયા નજીક બોલેરાએ બાઇકને હડફેટે લેતા મોત

 મોરબી,તા.૨૨ : મોરબીના જાંબુડીયા ઓવરબ્રિજ નજીક યુટીલીટી બોલેરો કારના ચાલકે યુવાનના મોટર સાઈકલને હડફેટે લેતા માથામાં ગંભીર ઈજાઓ થતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. 

 પ્રવીણભાઈ જાદવભાઈ સીતાપરાએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી સફેદ કલરની યુટીલીટી બોલેરો જીજે ૩૬ ટી ૨૧૮૮ના ચાલકે પોતાની કાર પુર ઝડપે ચલાવીને જાંબુડીયા ઓવરબ્રિજ નજીક ફરિયાદી પ્રવીણભાઈના ભાઈ કાનજીભાઈના મોટર સાઈકલ જીજે ૩૬ સી ૯૮૬૨ વાળા સાથે ભટકાય જતા મોટર સાઈકલ ચાલકને માથામાં ગંભીર ઈજાઓ થતા તેનું મૃત્યુ નીપજ્યું હોય અને યુટીલીટી બોલેરોનો ચાલક પોતાનું વાહન સ્થળ પર મૂકી નશી ગયો હોય જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લુંટ મામલે ફરીયાદ નોંધાઇ

મોરબીના લાલપર ગામ નજીક બે દિવસ પહેલા યુવાનને ત્રણ શખ્સોએ માર મારી લુટી લીધેલ હોય અને યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી ધરી છે  જેમાં ફરિયાદી ધનંજયકુમાર ચંદ્રવંશી તા.૨૦ના રોજ રાત્રીના લાલપર ગામેથી પોતાના મોબાઈલનું રીચાર્જ કરાવી ઓરસન ઝોન કવાર્ટર સામે રોડ પર પોતાના મોબાઈલમાંથી વાત કરતો હોય તે વખતે અજાણ્યા ત્રણ ઇસમોએ મોટર સાઈકલ પર આવી ફરિયાદી ધનંજયકુમારને કહેલ કે તું અહી કેમ ઉભી છે તેમ કહી ધોકાવતી માર મારી ઈજા થતા પડી જતા પોતાનું પાકીટ પડી જતા ફરિયાદી ધનંજયકુમારએ રાડો દેકારો કરતા આરોપીઓ પોતાના મોટર સાઈકલ લઇ નાશી ગયેલ હોય અને ફરિયાદી ધનંજયકુમારનું પડી ગયેલ પાકીટ મળી આવેલ નહિ તે બાબતની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છે

મહેન્દ્રનગર ગામ નજીક જુગાર રમતા ત્રણ ઝડપાયા

બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મહેન્દ્રનગર ગામના દરવાજા નજીક જાહેરમાં જુગાર રમતા ગુણવંતભાઈ ભગવાનભાઈ મારવાણીયા, કિશોરભાઈ જયંતીભાઈ કાચરોલા અને મહાદેવભાઈ જીવરાજભાઈ અધારાને બી ડીવીઝન પોલીસે રોકડ રકમ રૂ.૩૧૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:19 pm IST)