Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

જેતપુરમાં મકાનમાં જુગાર રમતા છ ઝડપાયા

જેતપુર તા. ૨૨ : કોળી લાઇન વિસ્‍તારમાં રહેતો શખ્‍સ પોતાના જ રહેણાંક મકાનમાં જુગારનો અડ્ડો ચલાવતો હોય જે આધારે પોલીસે રેડ કરતા ઘોડી પાસાનો જુગાર રમતા ૬ શખ્‍સોને રૂ.૩૫૬૫૦ સાથે ઝડપી લીધેલ. જયારે મકાન માલીક હાજર ન મળી આવેલ.

શહેર પોલીસ ઇન્‍સ્‍પેકટર જે. બી. કરમુર તેના સ્‍ટાફ અજીતભાઇ જણકાર, ભાવેશભાઇ ચાવડા, વિજયભાઇ દાફડા, રામજીભાઇ ગરેજા, પંકજભાઇ તલસાણીયા, મનદિપસિંહ જાડેજા સાથે પેટ્રોલીંગમાં નિકળેલ. દરમિયાન બાતી મળેલ કે કોઇ કોળી લાઇન વિસ્‍તારમાં રહેતો સબ્‍બીર ઉર્ફે સબો કાદરભાઇ મકરાણી કોળી પોતાના રહેણાંક મકાનમાં ઘોડી પાસાનો જુગાર રમાડતો હોય જે આધારે પોલીસે કોળી લાઇન જલારામ કિરાણાવાળી શેરીમાં આવેલ મહાજનના ડેલામાં સબ્‍બીરના રહેણાંક મકાનમાં રેડ કરતા ઘોડી પાસાનો જુગાર રકતા સાજીદ અબ્‍દુલભાઇ પરમાર (રહે. લાદી રોડ, શાક માર્કેટ પાસે), આશીફ ઉર્ફે બાંગો અશરફભાઇ શેખ (રહે. નાના ચોક), ઇમરાન સફીભાઇ જુસાણી (રહે. લાદી રોડ, કાપડીયા કોલોની), ઇકબાલ હાજીભાઇ રાઠોડ (રહે. જમાઇવાડા), ઇમરાન હનીભાઇ બકાલી (રહે. કાપડીયા કોલોની, લાદી રોડ), સલમાન રફીકભાઇ છુટાણી (બોખલા દરવાજા) તમામ શખ્‍સોને રોકડા રૂ. ૩૫,૬૫૦ સાથ પકડી પાડેલ. જયારે મકાન માલીક સબ્‍બીર મકરાણી હાજર ન હોય તમામ વિરૂધ્‍ધ ગુન્‍હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(1:19 pm IST)
  • સોમનાથ મંદિરના પોસ્ટલ પ્રસાદનો પ્રારંભ થયો : રાજકોટઃ જગપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરનો પ્રસાદ પોસ્ટ મારફત મોકલાવાનો આજથી પ્રારંભ થયો છેઃ ટ્રસ્ટના સેક્રેટરી અને પૂર્વ સનદી અધિકારી શ્રી પ્રવિણભાઈ લહેરીએ પોસ્ટલ પ્રસાદ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો access_time 4:33 pm IST

  • આ એવી સરકાર છે કે જે લોકોને ડરાવીને રાજ કરે છે : સરકારના ડરથી મહાનુભાવો મોઢું બંધ રાખે છે : ખેડૂત આંદોલન સહીત જુદા જુદા પ્રશ્ને મૌન રાખવા મજબુર ફિલ્મી કલાકારો પ્રત્યે સહાનુભતિ દાખવું છું : પૂર્વ મિસ ઇન્ડિયા અને બૉલીવુડ સેલિબ્રિટી ગુલ પનાગ access_time 1:12 pm IST

  • એરપોર્ટ ઉપર અંધાધુંધી : અમદાવાદ એરપોર્ટ ઉપર ભારે ધમાલઃ સોશ્યલ ડીસ્ટન્સની પરવાહ કોઈએ રાખી નહિઃ અદાણી મેનેજમેન્ટ સામે નારાજગીઃ લોકો ૫ કલાક સુધી ફસાયેલા રહ્યા access_time 4:32 pm IST