Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

પોરબંદર પોલીસ દ્વારા ફલેગ માર્ચ

પોરબંદરઃ જુનાગઢ રેન્જ ડીઆઇજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો.રવી મોહન સૈની દ્વારા આગામી નગર પાલીકા, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત ચુંટણી-ર૦ર૧ શાંતી પુર્વક યોજાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પો.સ્ટે. વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ રાખવા સુચના આપેલ જે અનુસંધાને પોરબંદર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.સી.કોઠીયાના માર્ગદર્શન મુજબ કીર્તીમંદિર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એચ.એલ.આહીર તથા ડી.સ્ટાફ પીએસઆઇ આર.એલ.મકવાણા તથા પીએસઆઇ બી.એસ.ઝાલા તથા પીએસઆઇ વી.આર.ભુતીયા તથા પીએસઆઇ આર.આર.ચૌહાણ તથા એસઆરપી પ્લાટુન તથા કીર્તીમંદિર પોલીસ સ્ટાફના માણસો સાથે કીર્તીમંદિર પો.સ્ટે.ના બંદર રોડ ખારવાવાડ, મેમણ વાડા, વીરડી પ્લોટ, ઠક્કર પ્લોટ, હનુમાન ગુફા. સુતારવાડા, બંગડી બજાર, નવા કુ઼ભારવાડા, ચુનાના ભઠ્ઠા વિગેરે વિસ્તારમાં ફુડ પેટ્રોલીંગ અને ફલેગ માર્ચ દરમિયાન એરીયા ડોમીનેટ તથા બુથ વિજીટ કરી ચુંટણીમાં અસામાજીક તત્વો દ્વારા કોઇ ગરબડી કરવામાં ન આવે તેમજ ચુંટણી નિર્ભયતા ભર્યા વાતાવરણમાં યોજાય જેથી વિસ્તારના પ્રોહી બુટલેગરો તથા ગુનેગારોને ચેક કરવાની કામગીરી ઉપરાંત વિસ્તારના લોકોને આગામી નગરપાલીકા ચુંટણી દરમ્યાન કાયદો વ્યવસ્થા સુચારૂ જળવાય તે માટે જરુરી માર્ગદર્શન આપલ છે અને હાલમાં કોરોના વાયરસ (કોવીડ-ર૦૧૯)નું સંક્રમણની સંભાવના રહેલી હોય જેથી કોરોના વાયરસ સંક્રમણ અટકવવા બાબતે ફરજીયાત માસ્ક પહેરવા લોકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ રાખવા તથા સેનીટાઇઝરથી હાથ અવાર નવાર સેનેટાઇઝ કરવા તથા વધુમાં વધુ હેન્ડ વોશનો ઉપયોગ કરવા વગેરે બાબતે અવરનેશ કરવામાં આવેલ છે. ફલેગ માર્ચ યોજાઇ તે તસ્વીર.

(1:19 pm IST)