Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

જુનાગઢ કોર્પોરેશનની કાલે ર બેઠકોની મતગણત્રી માટે ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત

જુનાગઢ : મ્‍યુનિસીપલ કોર્પોરેશનની ગઇકાલે વોર્ડ નં.ર અને ૧પ ની પેટાચુંટણી યોજાઇ હતી. જેની મતગણત્રી આવતીકાલે સવારથી હાથ ધરવામાં આવનાર છે.દરમ્‍યાન મતગણત્રી તથા વિજય સરઘસ માટે એસપી રવિતેજા વાસમ શેટ્ટી દ્વારા ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવવામાં આવેલ છે જેમાં મતગણત્રી સ્‍થળે તેમજ વિજય સરઘસમાં કોઇપણ પીધેલા ઇસમો આવશે તો પોલીસ તેનું બ્રેથએનેલા ઇઝરથી ચેકીંગ હાથ ધરશે. જુનાગઢ એસ પી રવિતેજા વાસમ શેટ્ટી દ્વારા મતગણત્રી સ્‍થળે અને વિજય સરઘસ દરમ્‍યાન કોઇ પણ પ્રકારનો અનિચ્‍છનીય બનાવ ન બને તે માટે ખુદ એસપીની ઉપસ્‍થિતીમાં તેમના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા ક્રાઇમ બ્રાન્‍ચના પી.આઇ.એચ.આઇ. ભાટી એડીવીઝન પી.આઇ. આર.જી. ચૌધરી બી ડીવીઝનના પી.આઇ. આર.બી.સોલંકી તેમજ એસઓજીના પી.એસ.આઇ જે. એમ.વાળા ક્રાઇમ બ્રાન્‍ચના પી.એસ.આઇ. આર.કે. ગોહિલ, ડી.જી.બડવા સીડીવીઝનના પી.એસ.આઇ. પી.જે. બોદર, કે.એસ.ડાંગર એ.કે. પરમાર સહીતના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓનો વિશાળ કાફલો બંદોબસ્‍તમાં તૈનાત કરાવ્‍યો છ.ે (અહેવાલઃવિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:18 pm IST)