Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

કરૂણાનું સંક્રમણ વિશ્વ વ્‍યાપી બનવુ જોઇએ : પૂ. ભાઇશ્રી

પોરબંદરના હરમંદિરે પાટોત્‍સવ અવસર ચાલતી રામ કથાની પૂર્ણાહૂતિ : ૯ કુંડી શ્રી રામયાગ યજ્ઞ યોજાયો : બહોળી સંખ્‍યામાં ભાવિકોએ ઓનલાઇ દર્શનનો લાભ લીધો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ,તા.૨૨ : જો કોરોનાનું સંક્રમણ વ્‍યાપક બની શકતું હોય તો માનવે કરુણાનું સંક્રમણ વિશ્વવ્‍યાપી બનાવવું જોઈએ. વર્તમાન સમયમાં પ્રેમ-સ્‍ નેહ-કરુણાના ભાવને વ્‍યાપક બનાવવાનો છે, એમ રાષ્‍ટ્રીય સંત પૂજ્‍યભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ રામકથાનાં અંતિમ એવા નવમા દિવસે, પોરબંદર સ્‍થિત સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતેથી જણાવ્‍યું હતુ.

પૂજ્‍ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના સાનિધ્‍યમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં શ્રીહરિ મંદિરનો ૧૫મો પાટોત્‍સવ-વર્ષ ૨૦૨૧ નિમિત્તે નવ દિવસીય ધાર્મિક, આધ્‍યાત્‍મિક, સાંસ્‍કળતિક અને સેવાકીય -વળત્તિઓનું આયોજન થયેલ હતુ. આ વર્ષે કોવિડ-૧૯ની મર્યાદા અને સરકારની માર્ગદર્શિકાને ધ્‍યાને લઈને મર્યાદિત ભાવિકોની ઉપસ્‍થિતિમાં આ સંપૂર્ણ ઉપક્રમ યોજાયો. વિશાળ સંખ્‍યામાં ભાવિકો પોતાના ઘરેથી જ સોશ્‍યલ મીડિયાના માધ્‍યમથી પાટોત્‍સવ-દર્શનમાં જોડાયા.

મુખ્‍ય મનોરથી શ્રીમતી જ્‍યોત્‍તાાબેન તથા વજુભાઈ પાણખાણીયા, શ્રીમતી ઉષાબેન તથા ધીરુભાઈ સાંગાણી યુ.કે. અને સમગ્ર સંસ્‍કળતિ ફાઉન્‍ડેશન-યુ.કે. રહ્યા. આજના દૈનિક યજમાન શ્રી કિરણ અને મહેશ ઠાકર પરિવાર (લેસ્‍ટર,યુકે),   પ્રતિભાબેન અને દિપકભાઈ લાખાણી પરીવાર (લંડન),  શિવમ અને જયશિવ કોટેચા પરિવાર (લેસ્‍ટર), રમણભાઇ જોગિયા (યુકે),સ્‍વ.દયાળજીભાઇ રામજી જટાણીયા પરીવાર (લંડન) જેઓ સવારે ઝૂમના માધ્‍યમથી જોડાયા હતા અને તેમના -તિનિધિરૂપે ઋષિકુમારો દ્વારા આજની સ્‍થાપન પૂજા સંપન્ન કરવામા આવી હતી. આ સંપૂર્ણ કથાનું લાઈવ ટેલિકાસ્‍ટ sandpani.tv, સંસ્‍કાર ટીવી ચેનલ અને સાંદીપનિના વિવિધ મીડિયા પ્‍લેટફોર્મના માધ્‍યમથી થયું. અનેક લોકોએ શ્રીરામ કથા શ્રવણનો લાભ લીધો.

 પૂજ્‍ય ભાઈશ્રીએ જણાવ્‍યું કે ભગવાન રામચંદ્રજીએ ભરતજીના સદ્‌ ગુણોને સૌ કોઈ જાણી શકે તે માટે આ પ્રેમયજ્ઞ આદર્યો છે. ભરતજી તો સદ્‌ ગુણરૂપી આભૂષણ છે, આ સદ્‌ ગુણને ઉદ્ધાટિત કરવાની સાથોસાથ ભગવાન શ્રીરામે અવગુણોનું શમન પણ કર્યું છે. શાંતિ, પ્રેમ આ બધા મૂળભૂત સ્‍વભાવ છે. ભરતજી મહાદેવજીને અભિષેક પણ કરતા હતા. દેવાધિદેવના ત્રણ ગુણો છે, ભરોસો, ભીંજવવું અને ભોળપણ. ભગવાન શિવ કરુણાનિધાન છે અને તેવા જ ગુણો ભરતજીમાં પણ છે. 

શ્રીહરિ મંદિરના ૧૫મા પાટોત્‍સવ નિમિત્તે માઘ શુક્‍લ એકમથી પ્રારંભ થયેલી પૂજ્‍ય ભાઇશ્રીના શ્રીમુખેથી શ્રીરામકથાના અંતિમ દિવસે કથા પ્રસંગ અનુસાર  સાંદીપનિના ઋષિકુમારો દ્વારા શ્રીરામ રાજ્‍યાભિષેક ઉત્‍સવ ઉજવવામાં આવ્‍યો હતો અને મનોરમ્‍ય અન  મનમોહક ઝાંખી પ્રસ્‍તુત કરવામાં આવી હતી. શ્રીરામ રાજ્‍યાભિષેક ઉત્‍સવના મનોરથી તરીકે શ્રી વીણાબેન અને પ્રદિપભાઈ ધામેચા પરિવાર (લંડન) તથા શ્રી ચંદ્રિકાબેન અને નરેનભાઇ હાથી (લંડન) એ સેવા આપી હતી. આજે શ્રીરામ કથાના પૂર્ણાહુતિના દિવસે વિશેષ મનોરથી તરીકે કલાબેન જયંતિલાલ વડેરા, સંજય વડેરા, વિપુલ વડેરા અને પરિવાર (માન્‍ચેસ્‍ટર) એ સેવા આપી હતી

નયનરમ્‍ય  શ્રીરામ રાજ્‍યાભિષેકની ઝાંખી સજાવવામાં આવી હતી જેના મનોરથી તરીકે   પ્રિતેશભાઇ જોશી અને પરિવાર (લેસ્‍ટર),  દેવહુતિ અને મિલેશ બુધિયા (લંડન), ઉષાબેન અને રમેશભાઇ જનાણી (મુંબઇ) આપી હતી.

 શ્રીહરિ મંદિરનો ૧૫મા પાટોત્‍સવના અવસરે નવ દિવસીય શ્રીરામ કથાના પૂર્ણાહુતિના દિવસે પૂજ્‍ય ભાઇશ્રીના આશીર્વચન સાથે સાંદીપનિ યજ્ઞશાળામાં ૯ કુંડી શ્રીરામ યજ્ઞ સાંદીપના ગુરૂજનો અને ઋષિ તેમજ ઋષિકુમારો દ્વારા સંપન્ન કરાવવામાં આવ્‍યો હતો. આજના આ નવ કુંડી શ્રીરામયજ્ઞમાં દેશ-વિદેશના કુલ ૨૭ જેટલા મનોરથીઓએ શ્રીરામ યાગનો લાભ લીધો હતો. તેમાં મુખ્‍ય યજમાન જાગળતિબેન ભગવતી પ્રસાદ મહેતા પરિવાર રહ્યા હતા. જે યજમાનો પાટોત્‍સવમાં આવી શકયા હતા તેના દ્વારા શ્રીરામયાગમાં આહુતિ -દાન થઈ હતી તો અન્‍ય યજમાનો ઝૂમના માધ્‍યમથી યજ્ઞમાં જોડાયા હતા અને તેમના પ્રતિનિધિરૂપે શ્રીહરિભક્‍તોએ યજ્ઞમાં આહુતિ આપી હતી

 શ્રી હરિમંદિરના પંદરમા પર્વ નિમિત્તે નવદિવસીય રામકથાના નવમા વિશ્રામ દિવસ પર નવકુંડી રામાયજ્ઞનું અહીં સમાપન થયું અને તેમાં ૨૭ની સંખ્‍યામાં મનોરથીઓએ યાચક બનીને આહુતિ -દાન કરી અને એ દ્વારા ભગવાન શ્રીરામની પૂજા-અર્ચના કરી રામ ફક્‍ત દશરથ નંદન જ નથી,  જે ઘટ ઘટમાં રમી રહ્યા છે એ પરબ્રહ્મ પરમાત્‍માનું નામ છે.-રામ તેમ પૂ. ભાઇશ્રીએ જણાવ્‍યું હતું.

(1:17 pm IST)
  • કોંગ્રેસ શાસિત પંડુચેરી રાજ્યના મુખ્યમંત્રી નારાયણસામીએ વિશ્વાસનો મત ગુમાવ્યો : 11 વિરુદ્ધ 14 મતથી પરાજિત થતા રાજીનામુ આપ્યું access_time 1:10 pm IST

  • રાજકોટના વોર્ડ ન, 11માં અસામાજિક તત્વોએ ઇવીએમમાં ક્ષતિ પહોંચાડી : મોટામવા આંબેડકર નગરમાં ભીમરાવ સ્કૂલમાં ઇવીએમના વાયર ખેંચીને અસામાજિક તત્વો ભાગ્યા : મતદાનમથકમાં આવીને ત્રણ ઈવીએમ મશીનના વાયર ખેંચ્યા : ડીસીપી ઝોન-2ના મનોહરસિંહ જાડેજા અને તાલુકા પોલીસનો કાફલો દોડી ગયા : હાલ ઈવીએમ મશીન ચાલુ access_time 5:42 pm IST

  • આંધ્ર : ગ્રામ પંચાયતોમાં જંગી મતદાન થયુ : આંધ્રપ્રદેશમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં જ તબક્કાનું મતદાન સમાપ્ત : સરેરાશ ૮૧.૭૮% મતદાન નોંધાયુ access_time 2:41 pm IST