Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

જામનગરમાં પ૦ બેઠકો ઉપર જીતનો ભાજપનો દાવો

૬ મહાનગરપાલીકામાં સૌથી વધુ જામનગરમાં મતદાન થયા બાદ કાલે જનાદેશ કોના તરફી? તે તરફ સૌની મીટ

જામનગરઃ કોર્પોરેશનની ચૂંટણી માટે ગઇકાલે યોજાયેલ મતદાન પ્રક્રિયામાં રાજકીય, સામાજીક આગેવાનો, નગરજનોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીરઃ કિંજલ કારસરીયા-જામરાવલ)

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ૨૨: જામનગર કોર્પોરેશનની ચુંટણી  માટે ગઇકાલે મતદાન થયા બાદ કાલે તા.ર૩ને મંગળવારે મતગણતરી હાથ ધરવામાં આવશે. ૧૬ વોર્ડ નં. ૬૪ બેઠક માટે ર૩૬ ઉમેદવારોના ભાવી ઇવીએમ મશીનમાં સીલ થયા છે અને જનાદેશ કોના તરફી આવે છે? તે તરફ સૌની મીટ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરમાં પ૩.૩૮ ટકા મતદાન થયું હતું.

 જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે સવારથી જ મતદાનનો પ્રારંભ થયો હતો. શહેરના વિભાજી સ્‍કૂલમાં જિલ્લા કલેકટર રવિશંકર દ્વારા મતદાન કરાયું હતું. જામનગર શહેર ભાજપના -મુખ ડો. વિમલ કગથરાએ વોર્ડ નંબર-૩ના સેન્‍ટ આન્‍સ સ્‍કૂલમાં ભાજપ -મુખે મતદાન કર્યું હતું.અને જામનગરમાં ૫૦ સીટોમાં ભાજપ જીતશે તેવો દાવો કર્યો છે.

રાજ્‍યમંત્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજા (હકુભા) પૂનમબેન માડમ -પૂર્વ મેયર હસમુખભાઈ જેઠવા - વિક્રમભાઈ માડમ -ભાજપના પૂર્વ ડેપ્‍યુટી મેયર અને હાલના ૅઆપના ઉમેદવાર કરસન ભાઈ કરમુર સહિતનાએ મતદાન કર્યું હતું.

જામનગરના સંસદ પૂનમબેન માડમે નવાગામ ઘેડમાં ગોપાલક સ્‍કૂલમાં મતદાન કર્યું છે. જ્‍યારે કોંગ્રેસના ધારાસભ્‍ય વિક્રમ માડમે પણ ગોપાલક સ્‍કૂલમાં પોતાના પત્‍ની સાથે મતદાન કર્યું હતું.આ ઉપરાંત જામનગરના વોર્ડ નંબર-૭ના ભાજપના ઉમેદવાર ગોપાલ સોરઠીયાએ વહીલચેરમાં પહોંચી હરિયા સ્‍કૂલમાં વોર્ડ નંબર -૮માં મતદાન કર્યું છે. જામનગર શહેરના અનેક મતદાન મથકોએ મતદાતાઓ મતદાન માટે ઉમટી પડયા છે. જામનગર શહેરમાં સાંજના પાંચ વાગ્‍યા સુધીમાં ૪૯.૬૪ ટકા મતદાન થયું હતું.

જામનગરમાં મતદાનની -ક્રિયા પૂરી થઈ છે ત્‍યારે ઇવીએમ મશીન સીલ કરવામાં આવ્‍યા છે જામનગરના ૨૩૬ ઉમેદવારોના ભાવિ હાલ મતપેટીમાં સીલ કરી દેવાયા છે મંગળવારે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાન નું પરિણામ માટે આ ઇવીએમની મતપેટીઓ ખુલશે.

જામનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઇવીએમ બગડવાની નોબત પણ કયાંકને કયાંક સામે આવી હતી. શરૂઆતમાં સવારે સિદ્ધિ વિનાયક કોલોનીના આહીર સમાજમાં ઇવીએમ બગડતા ૩૦ મિનિટ જેટલા સમય માટે મતદાન અટકયુ હતું.

(11:55 am IST)