Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

ભાવનગર કોર્પોરેશનમાં કોનું શાસન ? કાલે ફેંસલો

ગત વખત કરતા આ વખતે ૨ ટકા વધુ મતદાનઃ ૨૧૧ ઉમેદવારોના ભાવિ મતપેટીમાં

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ૨૨ :. ભાવનગર કોર્પોરેશનમાં કોનુ શાસન આવશે ? તેનો ફેંસલો કાલે થઈ જશે. ૧૩ વોર્ડની બાવન બેઠકો માટે ૨૧૧ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝુકાવ્‍યુ છે.

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્‍ન થયુ છે. ૨૧૧ ઉમેદવારોના કોર્પોરેટર થવાના કોડ મતપેટીમાં પુરાયા છે. મતદાન ૪૯.૪૭ ટકા થયુ છે. ગત ટર્મ કરતા બે ટકા વધુ મતદાન થયુ છે.

ભાવનગર મહાનગરપાલિકાના ૧૩ વોર્ડના બાવન સભ્‍યો માટે રવિવારે મતદાન થયુ હતું. સવારે ધીમી ગતિએ મતદાન શરૂ થયુ હતું. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થતા તંત્રએ હાશકારાની લાગણી અનુભવી છે. આજે યોજાયેલ ચૂંટણીમાં ભાજપના ૫૨, કોંગ્રેસના ૫૧, અન્‍ય પક્ષોના ૧૦૫ માટે ૩ અપક્ષ સહિત કુલ ૨૧૧ ઉમેદવારોનું ભાવી મતપેટીમાં પુરાયુ છે. ચૂસ્‍ત બંદોબસ્‍ત વચ્‍ચે મતદાન શાંતિપૂર્ણ રીતે થયુ છે. આ વખતે ચૂંટણીનો માહોલ જામ્‍યો ન હતો. શહેર-ભાજપ પ્રમુખ રાજીવભાઈ પંડયાનુ મહામંત્રી યોગેશભાઈ બદાણીએ ભાજપના જંગી વિજયની અને કોંગ્રેસના અનેક ઉમેદવારોની ડીપોઝીટ ડૂલ થશે તેમ જણાવ્‍યુ છે, ત્‍યારે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણીએ આ ચૂંટણીમાં ભાજપની અનેક પેનલો સાફ થઈ જશે અને લોકો કોંગ્રેસને વિજય બનાવશે તેમ જણાવ્‍યુ હતું.

 

(11:05 am IST)
  • સોમનાથ મંદિરના પોસ્ટલ પ્રસાદનો પ્રારંભ થયો : રાજકોટઃ જગપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરનો પ્રસાદ પોસ્ટ મારફત મોકલાવાનો આજથી પ્રારંભ થયો છેઃ ટ્રસ્ટના સેક્રેટરી અને પૂર્વ સનદી અધિકારી શ્રી પ્રવિણભાઈ લહેરીએ પોસ્ટલ પ્રસાદ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો access_time 4:33 pm IST

  • ઝારખંડમાં કોંગ્રેસની જન આક્રોશ રેલીમાં થયો ડાન્સ : મંત્રીઓ સામે ડાન્સરે લગાવ્યા ઠુમકા : વિડિઓ વાયરલ થતા ચકચાર : ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં દેશભરમાં યોજાતા કાર્યક્રમો વચ્ચે ઝારખંડના સરાયકેલા -ખરસાવા જિલ્લામાં ખેડૂત આંદોલનના સમર્થનમાં જન આક્રોશ રેલી યોજાઈ : મંચ પરથી છોકરીઓ દ્વારા લૈલા ગીતની ધૂન પર ડાન્સ કરાયો હતો જેમાં કાર્યકરોએ પણ ઠુમકા લગાવ્યા હતા access_time 9:27 am IST

  • પતંજલિની કોરોનીલને કઈ રીતે પ્રોમેશન આપવામાં આવ્યું? : ઈન્ડિયન મેડિકલ એસોસિએશને નાણા મંત્રાલય પાસે ખુલાસો માગ્યો છે કે પતંજલિની કોરોના માટેની દવા ''કોરોનીલ''ને કઈ રીતે પ્રમોશન આપવામાં આવ્યું? પ્રમાણીત કરવામાં આવી છે? access_time 4:33 pm IST