Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

રત્‍નાકર બેંક કૌભાંડમાં કચ્‍છના જિલ્લા સરકારી વકીલ કલ્‍પેશ ગોસ્‍વામીની સ્‍પે. પીપી તરીકે નિયુકિત

અમદાવાદની આરબીએલ બેંકના ૩૦ કરોડના ધિરાણ કૌભાંડની સીઆઇડી ક્રાઇમ દ્વારા તપાસ

ભુજ,તા.૨૨:  કચ્‍છ જિલ્લા મધ્‍યસ્‍થ સહકારી બેંક, કેડીસીસી ના બહુ ચકચારી બનેલા અને અબડાસા તાલુકા ધિરાણ અને બચત મંડળી ને સાંકળતા અમદાવાદની રત્‍નાકર (આરબીએલ) બેંક કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા સ્‍પે. પીપી તરીકે કચ્‍છ જિલ્લાના મુખ્‍ય સરકારી વકીલ કલ્‍પેશ ગોસ્‍વામીની નિયુક્‍તિ કરાઈ છે.ᅠ કચ્‍છ અને મુંબઈને સાંકળતા ૩૦ કરોડના આ બેંક કૌભાંડમાં કેડીસીસી બેંકના નલિયા એકાઉન્‍ટમાં થી મુંબઈના કોટન કિંગ એવા ભદ્રેશ ટ્રેડિંગના ભદ્રેશ વસંતભાઈ મહેતા, તેમના પત્‍ની તેમ જ પુત્ર પાર્થ ગેરંટર તરીકે હતા. જયારે કેડીસીસી બેંક નલિયા ના એકાઉન્‍ટમાં જમા થયેલ લોનની રકમ મુંબઈ ના અર્પિત ઇન્‍ટરનેશનલ ના બેંક એકાઉન્‍ટમાં ટ્રાન્‍સફર કરાઈ હતી.

આ કૌભાંડમાં જેન્‍તી ઠકકર ડુમરા અને અન્‍ય લોકોની સંડોવણી સીઆઈડીની તપાસમાં બહાર આવ્‍યા બાદ ફરિયાદ નોધાઈ હતી. આ નાણાકીય કૌભાંડમાં આરબીએલ બેંકના એગ્રી. લોન વિભાગના બે અધિકારીઓ પ્રતીક શાહ અને મનીષ શાહ દ્વારા ખોટું વેરીફીકેશન કરાયાનું ખુલ્‍યું હતું. હવે આ કૌભાંડમાં સરકાર તરફે ખાસ ધારાશાષાી તરીકે કલ્‍પેશ ગોસ્‍વામી કેસ લડશે. હાલે કલ્‍પેશ ગોસ્‍વામી કેન્‍દ્ર સરકારના કસ્‍ટમ, ડીઆરઆઈ, સેન્‍ટ્રલ એક્‍સાઈઝ, સર્વિસ ટેક્‍સ, ડીજીજીઆઇ જેવી એજન્‍સીઓ વતી પણ પબ્‍લિક પ્રોસિક્‍યુટર તરીકે નિયુક્‍ત થયેલા છે.

(10:25 am IST)