Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

ભાવનગરમાં 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૧ દર્દી કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૬,૧૨૫ કેસો પૈકી માત્ર ૧૯ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર : ભાવનગર જિલ્લામા આજરોજ ૩ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૬,૧૨૫ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમા ૨ પુરૂષ અને ૧ સ્ત્રી મળી કુલ ૩ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.
જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૧ કેસ મળી કુલ ૧ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૬,૧૨૫ કેસ પૈકી હાલ ૧૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા ૬૯ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(8:02 pm IST)