Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ :ખંભાળિયાના 62 વર્ષીય પુરુષને કોરોના વળગ્યો

ભિવંડી મહારાષ્ટ્રથી પત્ની અને પુત્ર સાથે અંગત કાર દ્વારા પ્રવાસ કર્યો હતો

ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ એક કોરોના કેસ પોઝિટિવ નોંધાયો છે, આ સાથે જિલ્લામાં કુલ કેસની સંખ્યા 24 થઇ છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના ડાડુભાઇ હમીરભાઇ ચાવડા

( ઉ,વ, 62 ) ( રહે, આહિર સિંહણ, ખંભાળીયા) નનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેઓએ ગત તા, 28.06.20 ના રોજ ભિવંડી મહારાષ્ટ્રથી પત્ની અને પુત્ર સાથે અંગત કાર દ્વારા પ્રવાસ કર્યો હતો અને આજે સવારે 7 વાગ્યાની આસપાસ આહિર સિંહણ શાળા સોસાયટી પ્રાથમિક શાળાએ પહોંચ્યો હતો. તેઓને આહિર સિંહણ સોસાયટી પ્રાથમિક શાળામાં કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.

 તેને ખાંસી અને બ્રીથલનેસના લક્ષણો જણાતા જનરલ હોસ્પિટલ ખંભાળિયા ખાતે સેમ્પલ લેવાયા હતું

  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના કુલ 24  કેસ નોંધાયા છે જેમાં 8 એક્ટિવ છે, 1 મૃત્યુ અને 15 દર્દીઓ રિકવર થયા છે

(12:06 am IST)