Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

કચ્છ કોંગ્રેસે દોરડા વડે કાર ખેંચી પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો કર્યો વિરોધ : ૨૫ ની અટકાયત, કોંગ્રેસનો આક્ષેપ સરકાર તમામ મોરચે છે નિષ્ફળ

(ભુજ) આમ આદમી માટે પેટ્રોલ અને ડિઝલનો અસહ્ય ભાવ વધારો ભારે પડી રહ્યો છે. ત્યારે કેન્દ્રની મોદી સરકાર સામે કોંગ્રેસે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના મુદ્દે કોંગ્રેસે મોરચો માંડ્યો છે. કચ્છ કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે સતત વિરોધ વ્યક્ત કરાઈ રહ્યો છે. આજે રેલી યોજી અને રસ્સી વડે કાર ખેંચી, બેનર સૂત્રોચ્ચાર સાથે આશ્ચર્યજનક કાર્યક્રમ આપી વિરોધ વ્યક્ત કરાયો હતો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા સહિત અન્ય આગેવાનો રવિન્દ્ર ત્રવાડી, રાજેન્દ્રસિંહ જાડેજા, ડો. રમેશ ગરવા, દિપક ડાંગર, ગની કુંભાર, અશરફશા સૈયદ, ધીરજ ગરવા, સલમાબેન ગંઢ, અંજલિ ગોર, રસિકબા જાડેજા સહિત અન્ય કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. પેટ્રોલ ડિઝલમાં થયેલા ૨૫૮ ટકા જેટલા અસહ્ય ભાવ વધારો કરનાર કેન્દ્રની ભાજપ સરકાર તમામ મોરચે નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ કરી લોકોનો વિશ્વાસ ખોઈ ચુકી હોવાનું જણાવ્યું હતું. દરમ્યાન પોલીસે  દેખાવ કરનાર ૨૫ જેટલા આગેવાનોની અટકાયત કરી હતી.

(5:53 pm IST)