Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

જુનાગઢ-તાલાલા ગીરમાં અડધો ઇંચ : મેંદરડા, વંથલી, રાજુલા, મહુવામાં ઝાપટા

રાજકોટ, તા. ર૯ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણ સાથે કયાંક હળવો તો કયાંક ભારે વરસાદ પડી જાય છે.

આજે જુનાગઢ અને તાલાલા ગીરમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો.

જયારે મેંદરડા, વંથલી, રાજુલા, મહુવા હળવા-ભારે ઝાપટા વરસ્યા હતાં.

રાજકોટમાં ધુપ-છાંવ સાથે મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે.

(3:42 pm IST)