Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

ચોટીલાના કોન્સટેબલ ૧ લાખની લાંચ લેતા ઝડપાયા

દારૂના કેસમાં માર નહી મારવા માટે ભગીરથસિંહ ખુમાનસિંહ સોલંકીએ લાંચ માંગતા એસીબીની ટીમે ઝડપી લીધો

ખંભાળીયા તા. ર૯ : સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલાના પોલીસ હેડ કોન્સટેબલ ભગીરથસિંહ ખુમાનસિંહ સોલંકી રૂ.૧ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ જતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ચોટીલા પોલીસ સ્ટેશનના અનાર્મ પોલીસ હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ખુમાનસિંહ સોલંકી (ઉ.૩૩) રહે. કવાર્ટર નં. બી-૭ પોલીસ લાઇન જી. સુરેન્દ્રનગર દ્વારા આ કામના ફરીયાદીના કૌટુંબીક ભાઇ વિરૂધ્ધ ચોટીલા પોલીસ સ્ટેશનમાં ઇગ્લીંશ દારૂનો કેસ થયેલ જે કેસના કામે આરોપીને રજુ કરી, માર નહીં મારવાના તથા હેરાનગતી નહી કરવાના અવેજ પેટે આ કામના આરોપીએ ફરીયાદી પાસે રૂ.૧,૦૦,૦૦૦/- ની માંગણી કરી હતી.

ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય જેથી રાજકોટ શહેર એ.સી.બી. પો.સ્ટે. ખાતે પોતાની ફરીયાદ જાહેર કરેલ . જે ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ તા.૨૯/૬/૨૦૨૦ ના ચોટીલા મુકામે ગોઠવેલ લાંચના છટકાં દરમ્યાન આ કામના આરોપીએ ફરીયાદી પાસે રૂ.૧,૦૦,૦૦૦/- ની લાંચની રકમની માંગણી કરી હતી.

આ કામગીરી ટ્રેપીંગ અધિકારી મયુરધ્વજસિંહ એમ.સરવૈયા,પોલીસ ઇન્સ્પેકટર,રાજકોટ શહેર, એ.સી.બી. પો.સ્ટે.  તથા રાજકોટ ગ્રામ્ય તથા રાજકોટ શહેર એ.સી.બી. પો.સ્ટે. સ્ટાફ સુપરવિઝન અધિકારી શ્રી એચ.પી.દોશી દ્વારા કરવામાં આવી હતી.(૬.૩૦)

(3:40 pm IST)