Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા અને ભાણવડમાં વરસાદી ઝાપટા

કાલથી વ્યાપક વરસાદ વરસશે : ખંભાળીયાના કનુભાઇ કણઝારીયાની આગાહી

ખંભાળીયા તા. ૨૯ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વ્યાપક વરસાદ પડયા પછી આજે સવારે ૯ાા વાગ્યે ખંભાળીયા - ભાણવડ તથા ગ્રામ્ય પંથકમાં વરસાદના ઝાપટા પડયા હતા. જોકે સતત ત્રણ-ચાર દિવસથી ભારે ઉકળાટ પછી વરસાદના ઝાપટાથી રાહત થઇ છે.

ખંભાળીયાના જાણીતા વેધર એનાલિસીસ્ટ કનુભાઇ કણઝારીયાએ જણાવેલ કે, વરસાદની જોરદાર સિસ્ટમ સક્રિય થઇ છે જેથી આજે રાત્રે તથા કાલ સવારથી આ સિસ્ટમ દેવભૂમિ જિલ્લા તથા સૌરાષ્ટ્રમાં ભારે સક્રિય થતાં કાયદેસરનો વ્યાપક વરસાદ આવશે જે છૂટો છવાયો નહી પણ સાર્વત્રિક હશે.

(2:45 pm IST)