Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર, પોઝિટિવ કેસમાં ચિંતાજનક વધારો

રવિવારે આઠ પોઝિટિવ કેસનો ઉમેરો થયો

 જૂનાગઢ તા. ૨૯ : જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે અને પોઝિટિવ કેસમાં ચિંતાજનક વધારો થયો છે. રવિવારે એક જ દિવસમાં આઠ પોઝિટિવ કેસનો ઉમેરો થતા તંત્ર દોડતુ થઇ ગયું હતું.

જૂનાગઢમાં ગઇકાલે રવિવારના રોજ લીમડા ચોક પાસે આવેલ. સૈયદવાડા નજીક આવેલ ગોકુલ પોલીસ એપાર્ટમેન્ટમાં પહેલી ૩૦ વર્ષીય મહિલા તથા માંગનાથ રોડના પુષ્પક એપાર્ટમેન્ટમાં રહેતા ૩૫ વર્ષીય પુરૂષનો અને મહાલક્ષ્મી શેરીમાં રહેતા ૬૬ વર્ષીય વૃધ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

તેમજ સુરતથી મેંદરડાના ચિરોડાના ૫૦ વર્ષીય પુરૂષ તથા ભેંસાણના હડમતીયા ગામના ૫૦ વર્ષીય પ્રૌઢનો રિપોર્ટ પણ પોઝિટિવ આવેલ.

ઉપરાંત રાજકોટના જેતલસરની ૨૩ વર્ષીય મહિલાનો રિપોર્ટ જૂનાગઢ સિવિલમાં સારવાર દરમિયાન પોઝિટિવ આવતા દોડધામ મચી ગઇ હતી.

તેમજ પાટણ જિલ્લાના રહેવાસી હાલ જુનાગઢના ૬૭ વર્ષીય પુરૂષ અને સુરત રહેવાસી હાલ મેંદરડાના માનપુર ગામના ૪૦ વર્ષીય પુરૂષનો પણ રિપોર્ટ પોઝિટિવ આવતા જુનાગઢ જિલ્લાના કુલ કેસ વધીને ૮૮ ઉપર પહોંચ્યા છે.

જેમાં જુનાગઢ શહેરમાં સંક્રમિત લોકોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી હોવાથી ચિંતાના વાદળા ઘેરાય ગયા છે.(

(1:02 pm IST)