Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

જેતપુરમાં બે સ્થળે દેશી દારૂની ભઠ્ઠી ઉપર એલસીબીના દરોડા

તસ્વીરમાંં દારૂની ભઠ્ઠીના સાધનો અને પકડાયેલ શખ્સ નજરે પડે છે(તસ્વીરઃ કેતન ઓઝા-જેતપુર)

 જેતપુર તા.ર૯ : શહેરમાં બે સ્થળે દેશીદારૂની ભઠ્ઠી ઉપર એલસીબીએ રેઇડ કરી બે શખ્સોને ઝડપી લીધા હતા.

રૂરલ એલસીબી પી.આઇ. એમ.એન.રાણાના માર્ગદર્શન હેઠળ સંજયભાઇ પરમાર, નારણભાઇ પંથાણીયા, કૌશીકભાઇ સહીતના શહેરમાં પેટ્રોલીંગમાં નીકળેલ તે દરમ્યાન બાતમીના આધારે ઘેરાવાળા પ્લોટ જગદીશ ડાઇંગ પાછળના વિસ્તારમાં રહેતી જયોતીબેન ધીરૂભાઇ ઝાલાના રહેણાંક મકાનમાં રેઇડ કરતા પ૦ લીટર દેશી દારૂ ૬૦૦ લીટર આથો તેમજ ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.૮૬પ૦ ના મુદામાલ સાથે મહીલાને પકડી પાડેલ અન્ય રેઇડમાં એલસીબીના નિલેશભાઇ ડાંગર નારણભાઇ પંથાણીયા, દિવ્યેશભાઇ સુવાએ બાતમીના આધારે રબારીકા ગામની સીમમાં આવેલ ભાદર નદીના કાંઠે ભાભલુભાઇ ગભરૂભાઇ ખુલ્લામાં દેશી દારૂ બનાવવની ભઠ્ઠી ચલાવતો હોય દારૂ લીટર-૭૦ આથો ૬૦૦ સાધનો મોબાઇલ-૧ બાઇક-૧ હોન્ડા સ્પ્લેડર નં. જીજે-૧ જીએલ ૭૮૪પ મળી કુલ રૂ.ર૪ હજારના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.(

(12:56 pm IST)