Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

ધ્રાંગધ્રાના ભેચડા ગામે ૪ લાખનો દારૂ કબ્જે

મકાનમાં માલ સંતાડી રાખેલ : ત્રણ આરોપી ફરાર : રપ૩૮ બોટલો ઝડપી લેતી સુરેન્દ્રનગર એલસીબી

વઢવાણ, તા. ર૯ : પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયાએ સુરેન્દ્રનગર જીલ્લામાંથી પ્રોહી/જુગારની બદી સંપૂર્ણપણે નેસ્તનાબુદ કરવા અલગ અલગ ટીમો બનાવી પરિણામલક્ષી કામગીરી કરવા ડી.એમ. ઢોલ ઇન્સ્પેકટર એલ.સી.બી. સુરેન્દ્રનગરને સુચના આપેલ હોય જે અન્વયે એલ.સી.બી. ટીમને પ્રોહી/જુગાર અંગે ફળદાયક હકીકત મેળવી પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપતા પેટ્રોલીંગ હાથ ધરી હકીકત મેળવેલ કે, શૈલેન્દ્રસિંહ પ્રવિણસિંહ ઝાલા તથા કિરીટસિંહ સુખુભા ઝાલા રહે. બંને ભેચડા તથા સંજય ઉર્ફે ડાકુ હરજીભાઇ ચૌહાણ રહે. ધ્રાંગધ્રા નરશીપરા વાળા એમ ત્રણેય સાથે મળી કિરીટસિંહ સુખુભા ઝાલાએ ભેચડા ગામે જુના ગામમાં દિલુભા ચનુભાની દુકાનની પાછળ આવેલ ઓધવજીભાઇ પટેલનું મકાન વેચાતું રાખેલ તે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી વેચાણ કરે છે.

જે આધારે હકીકત વાળી જગ્યાએ રેઇસ કરતા વિદેશી દારૂની એપીસોડ ગોલ્ડ વ્હીસ્કી ૭પ૦ મીલીની કાચની કંપની સીલબંધ બોટલો નંગ-૬૭ર કિ.રૂ.ર,૦૧,૬૦૦ તથા એપીસોડ કલાસીક વ્હીસ્કી ૧૮૦ મીલીની કાચની કંપની સીલબંધ બોટલો નંગ ૧૮૬૬ કિ.રૂ.૧,૮૬,૬૦૦ એમ મળી કુલ રૂ. ૩,૮૮,ર૦૦ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન આરોપીઓ હાજર નહી મળી આવતા આરોપીઓ વિરૂદ્ધ પ્રોહી ધારા મુજબ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજી કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના સીધા સુપરવ્ઝિન માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ. વી.આર. જાડેજા, એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ દીલાવરસિંહ, રૂતુરાજસિંહ નારસંગભા, એન.ડી. કલોત્રા, પો.હેડ કોન્સ. જુવાનસિંહ મનુભા, નિકુલસિંહ ભુપતસિંહ, પો.કોન્સ. જયેન્દ્રસિંહ જેઠીભા અજયસિંહ વિજયસિંહ, કુલદીપસિંહ હરપાલસિંહ, ગોવિંદભાઇ આલાભાઇ, અશ્વિનભાઇ ઠારણભાઇ, અનિરૂદ્ધસિંહ ભરતસિંહએ પ્રોહીબીશનનો સફળ કવોલીટી કેસ શોધી કાઢેલ છે.

(12:54 pm IST)